Site icon

Surya Namaskar: નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણના આગમન સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં સહભાગી બન્યો સુરત જિલ્લો

Surya Namaskar: સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો. ૨૦૨૪ના નવા પ્રભાતે પ્રથમ સૂર્ય કિરણને આવકારવા યોગ સાધકોએ કર્યા સૂર્ય નમસ્કાર કર્યા. રાજ્યના ૧૦૮ સ્થળોએ સૂર્યનમસ્કાર કરીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

Surat district participated in the world record set by Gujarat by saluting the sun with the arrival of the first sun ray of the new year.

Surat district participated in the world record set by Gujarat by saluting the sun with the arrival of the first sun ray of the new year.

News Continuous Bureau | Mumbai 

Surya Namaskar: ગુજરાત સરકારના ( Gujarat Govt ) રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ( Gujarat State Yoga Board ) અને સુરત મહાનગરપાલિકાના ( Surat Municipal Corporation ) સંયુકત ઉપક્રમે નવા વર્ષના મંગલમય દિવસે રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની ( Great Campaign ) શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે સુરત પોલીસ ( Surat Police ) પરેડ ગ્રાઉન્ડ ખાતે વન પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં યોગ સાધકો એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. સુરત જિલ્લાના ૩ સહિત સમગ્ર રાજ્યના ૧૦૮ ઐતિહાસિક સ્થળોએ સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

                    યોગ ( Yoga ) એ ભારતીય સંસ્કૃતિ એક પ્રાચીન પ્રથા છે જેનો ઉદ્દભવ ભારતમાં થયો હતો. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીના અસંખ્ય ફાયદાઓ માટે વિશ્વવ્યાપી માન્યતા મળી છે. તેમાં શરીર, મન અને ભાવના વચ્ચે સુમેળ સાધવા માટે શારીરિક મુદ્રાઓ, આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ થાય છે. 

               આ કાર્યક્રમમાં મોઢેરાના સૂર્યમંદિર ખાતેના કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા ૬ શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. મોઢેરા સુર્ય મંદિરથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જીવંત પ્રસારણ યોગીપ્રેમીઓ નિહાળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Mumbai: બોરીવલીના આ વિસ્તારમાં હાઈ સ્પીડ રિક્ષાનો કહેર… એકનું મોત.. જાણો વિગતે..

                   આ અવસરે મેયર દક્ષેશભાઈ માવાણી, ડે. મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, ડે.કમિશનર ડો.રાજેન્દ્ર પટેલ, યોગ બોર્ડના કોર્ડીનેટર ભીમભાઈ બસેલ, ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિ અધ્યક્ષા ગીતાબેન સોલંકી, પોલીસ વિભાગના જવાનો, મનપાના અધિકારી-કર્મચારીઓ, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, સ્પોર્ટસ વિભાગના પ્રતિનિધિઓ સહિત વિદ્યાર્થીઓ તથા  યોગપ્રેમીઓએ સામુહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version