Site icon News Continuous Bureau | Mumbai

Surat : સુરતમાં તબીબે જાતે જ હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો, કારણ અકબંધ

Surat : સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને રાંદેર રોડ પર પટેલ મેડિકલ હોસ્પિટલ ધરાવતા તબીબે જાતે જ પોતાના એક હાથમાં ઇંજેક્શન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે તબીબના પરિવારમાં ગમગીની છવાઈ છે. જ્યારે પોલીસે આ મામલે ઝડપી તપાસ શરૂ કરી છે.

Surat Doctor commits suicide by injecting himself

Surat Doctor commits suicide by injecting himself

News Continuous Bureau | Mumbai 

Surat : સુરત (Surat) ના અડાજણ વિસ્તારમાં રહેતા અને રાંદેર રોડ પર પટેલ મેડિકલ હોસ્પિટલ (medical) ધરાવતા તબીબે જાતે જ પોતાના એક હાથમાં ઇંજેક્શન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે તબીબના પરિવારમાં ગમગીની છવાઈ છે. જ્યારે પોલીસે આ મામલે ઝડપી તપાસ (Investigation) શરૂ કરી છે.

Join Our WhatsApp Channel

મળતી માહિતી પ્રમાણે, સુરતના અડાજણ પાટિયા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા 55 વર્ષીય ડૉક્ટર ઉદય પટેલે ગત રાતે રાંદેર રોડ નજીક તારવાડી ખાતે આવેલી તેમની હોસ્પિટલની અંદર જાતે જ પોતાના એક હાથમાં નોઝલ નાખી નોવેક્સ નામનું ઈન્જેક્શન (Injection) મારી આપઘાત કર્યો હતો. હોસ્પિટલના સ્ટાફ (staff) ને તેઓ બેભાન અવસ્થા મળી આવ્યા હતા. આથી સ્ટાફે તાત્કાલિક હોસ્પિટલમાં હાજર અન્ય ડોક્ટર્સને આ મામલે જાણ કરી હતી. તબીબોએ તપાસ કરીને તેમને મૃત (Dead) જાહેર કર્યા હતા.

આપઘાતનું કારણ અકબંધ

રાંદેર પોલીસના જણાવ્યા મુજબ, ડૉ. ઉદય પટેલ એમડી ફિઝિશિયન (Physician) ડૉક્ટર હતા. તેમણે કયાં કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલ તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે, ડૉક્ટરના આપઘાતના કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. ઉદય પટેલે આપઘાતનું પગલું ભર્યું તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. માહિતી મુજબ, ડૉ. ઉદય પટલને સંતાનમાં એક પુત્ર છે, જે હાલમાં અમેરિકા (US) માં છે. જ્યારે તબીબ અહીં માતા-પિતા અને પત્ની સાથે રહેતા હતા. તેમણે આ પગલું કયા કારણસર ભર્યું છે, તે હાલમાં જાણી શકાયું નથી. આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચો : ED Action : દિવાળી પહેલા EDની મોટી કાર્યવાહી, લોન ફ્રોડ સંબંધિત કેસ હેઠળ આ બેંકના વિવિધ સ્થળ પર દરોડા!

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version