Site icon News Continuous Bureau | Mumbai

Surat : સુરત ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાય સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

Surat :BAOU એ રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી છે, જે NAAC માં A++ ગ્રેડ ધરાવે છે. યુનિવર્સિટી દ્વારા ટ્રાન્સજેન્ડરોને નિ:શુલ્ક શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે, અને આવનારા સમયમાં પણ આ સમુદાય માટે વધુ શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવાની તત્પરતા દાખવી હતી.

Surat Dr. Babasaheb Ambedkar Open University organized a dialogue program with the transgender community in Surat.

Surat Dr. Babasaheb Ambedkar Open University organized a dialogue program with the transgender community in Surat.

News Continuous Bureau | Mumbai    

Surat :

Join Our WhatsApp Channel

રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૪માં સ્થાપિત NAAC A++ ગ્રેડથી ધરાવતી રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી એવી ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી–અમદાવાદ દ્વારા યુનિ.ના પ્રાદેશિક કેન્દ્ર, સુરત ખાતે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૫ થી વધુ ટ્રાન્સજેન્ડર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કુલગુરુશ્રીએ ટ્રાન્સજેન્ડર સમુદાય શિક્ષિત, સશક્ત બને અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, BAOU એ રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી છે, જે NAAC માં A++ ગ્રેડ ધરાવે છે. યુનિવર્સિટી દ્વારા ટ્રાન્સજેન્ડરોને નિ:શુલ્ક શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે, અને આવનારા સમયમાં પણ આ સમુદાય માટે વધુ શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવાની તત્પરતા દાખવી હતી.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad News: સરકારી સ્કૂલ ચલે હમ : અમદાવાદની આ શાળામાં પ્રવેશ માટે પડાપડી, વાલીઓની લાગી લાંબી કતાર

EC મેમ્બર ડૉ.રાજેશ રાણાએ કુલગુરૂશ્રીના માર્ગદર્શન હેઠળ ટ્રાન્સજેન્ડર સમુદાયને નિ:શુલ્ક શિક્ષણ તથા મુખ્ય પ્રવાહમાં લાવવા માટેના પ્રશંસનીય પ્રયાસોને બિરદાવ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version