News Continuous Bureau | Mumbai
Surat Economic Region : વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ‘ગ્રોથ હબ્સ’ ( Surat Growth Hub ) તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઈકોનોમિક માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે સુરતના ડુમસ રોડની લી મેરેડીયન હોટેલ ખાતે ગ્લોબલ ગેટવે ઓફ ટ્રેડ અને સર્વિસિસ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. આ પેનલ ડિસ્કશનમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યાં હતા.
આ અવસરે ગૃહરાજ્યમંત્રીએ ( Harsh Sanghavi ) જણાવ્યું હતું કે, ગુજરાત પોલિસી ડ્રીવન રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૦૦માં દેશના કુલ જીડીપીમાં ગુજરાતનો ૬.૧ ટકા હિસ્સો હતો જે અત્યારે વર્ષ ૨૦૨૪માં વધીને ૮.૧ ટકા થયો છે. સુરત ( Surat ) મેડિકલ ટુરિઝમ અને એજ્યુકેશન ક્ષેત્રમાં ઉભરી રહ્યું છે. વધુમાં મંત્રી એ કહ્યું કે, દરેક સેક્ટરનો ગ્રોથ મેન્યુફેક્ચરિંગ, બ્રાન્ડીંગ, માર્કેટિંગ અને માર્કેટ પર રહ્યો હોય છે. સુરતમાં B2B અને B2C ક્ષેત્રમાં બ્રાન્ડિંગ અને માર્કેટિંગમાં ( Global Gateway of Trade and Services ) અપગ્રેડ થવાની જરૂર છે. આવનાર સમયમાં સર્વિસીસ સેક્ટર સાથે ટુરિઝમ હેલ્થ અને એજ્યુકેશન સેક્ટરમાં ગ્રોથ દેખાઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદ્યોગના વિકાસલક્ષી નવી પોલીસીથી ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથને વેગ મળશે એમ તેમણે ઉમેર્યું હતું.

Surat Economic Region Global Gateway of Trade and Services seminar held in Surat
સુરત ડાયમંડ બ્રુર્સના ( Surat Diamond Bourse ) VC અશેષ દોશીએ સુરતને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર આપવો પડશે એમ જણાવતાં કહ્યું હતું કે, સુરતમાં અત્યારે મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેનનું કાર્ય પ્રગતિ હેઠળ થઈ રહ્યું છે. જેથી માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Dussehra rally : ઠાકરે કે શિંદે… આ વર્ષે શિવાજી પાર્કમાં દશેરા સભા કોણ ગજવશે ? પાલિકાના નિર્ણય પર સૌની નજર..
જેમ્સ એન્ડ જ્વેલરીના રજતે કહ્યું હતું કે, વિશ્વમાં લેબ ગ્રોનનું હબ સુરત બન્યું છે. મેન્યુફેક્ચરિંગથી ટ્રેડિંગ સુધીનું સૌથી મોટું માર્કેટ સુરત ડાયમંડ બુર્સ બની શકે છે. સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં સુરત ડાયમંડ બુર્સ એ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
Surat Economic Region Global Gateway of Trade and Services seminar held in Surat
આ પેનલ ડિસ્કશનમાં એપરેલ માર્કેટના નિષ્ણાંત પ્રશાંત અગ્રવાલ, Raillis ઈન્ડિયા લિ.ના જ્ઞાનેન્દ્ર શુક્લા, જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાતના રિઝનલ ડિરેક્ટર રજત વાની, સુરત જ્વેલરી મેન્યુ. એસો.ઈન્ડસ્ટ્રીઝના અમિતભાઈ કોરાટ, ગ્રીનલેબ ડાયમંડના સ્મિત પટેલ, ટેક્સટાઈલ ટાસ્કફોર્સ કમિટીના કો-ચેરમેન રાહુલ શાહ, વેલસ્પન ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિલિન્ડ હાર્દિકર સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ અને ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રના અગ્રણીઓ, પદાધિકારી-અધિકારીઓ સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.