News Continuous Bureau | Mumbai
માહિતી બ્યુરો:સુરત:મંગળવાર: સરકારી મેડિકલ કોલેજ- સુરતના માઇક્રોબાયોલોજી વિભાગની વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL)એ પસંદ થયેલી દેશની ટોચની મેડિકલ કોલેજ સ્તરની ૧૦૦ લેબોરેટરીઓ પૈકી ૧૦ મુ સ્થાન મેળવ્યું છે, તેમજ ૧૬૫ રાષ્ટ્રીય VRDLમાંથી ૨૫ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર VRDL માં ૧૪મું સ્થાન મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Birthday: સુરત શહેર હોમગાર્ડઝ અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ(JCI)-બારડોલીએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ૧.૭૫ લાખ સીડ બોલ્સ બનાવી વિશ્વ વિક્રમ સર્જ્યો
તા.૧૧ અને ૧૨ સપ્ટે. ના રોજ નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય VRDL કોન્ક્લેવ-૨૦૨૫માં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય સંશોધન વિભાગ અને ICMR દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરીને આ પ્રતિષ્ઠિત માન્યતા આપવામાં આવી હતી. આ બહુમાન બદલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધરિત્રી પરમારે મેડિકલ કોલેજના ડીન અને ક્લિનિકલ ટીમ સહિત સિવિલ આરોગ્ય તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
