Surat: નો ડ્રગ્સ’ અને ‘મેક્સિમમ ઓર્ગન ડોનેશન’ જેવા વિષયો પર જાગૃતિ માટે ગુજરાત નર્સિંગ ક્રિકેટ લીગ યોજાઈ, આટલી ટીમે લીધો હતો ભાગ

Surat: ખજોદ સ્થિત સી.બી.પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ- ૨૦૨૫નો પ્રારંભ

Surat Gujarat Nursing Cricket League was organized to create awareness on topics like 'No Drugs' and 'Maximum Organ Donation', so many teams participated

News Continuous Bureau | Mumbai

Surat: નર્સિંગ સમુદાય માટે રમતગમત અને સામાજિક જાગૃતિ માટે ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૩ (GNCP-2025) નું ભવ્ય આયોજન ખજોદના સી.બી.પટેલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ કરાયું છે, નર્સિંગ સમુદાય માટે એકતા, પ્રગતિ અને જાગૃતિનું પ્રતિક સમાન આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ નર્સિંગ કોલેજો અને હોસ્પિટલોની ૩૨ ટીમો ભાગ લઈ રહી છે.

Join Our WhatsApp Community

આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જિજ્ઞેશ પાટીલે કહ્યું કે, ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ નર્સિંગ સમુદાયની એકતાને મજબૂત કરશે અને આ ક્ષેત્રની પ્રગતિનું પ્લેટફોર્મ બનશે. આ ટુર્નામેન્ટ માત્ર રમતગમત સુધી મર્યાદિત નથી, પણ ‘નો ડ્રગ્સ’ અને “મેક્સિમમ ઓર્ગન ડોનેશન’ જેવી મહત્વપૂર્ણ ઝુંબેશોને પ્રોત્સાહન આપવાનો અનોખો મંચ છે. નર્સિંગ સમુદાયના યોગદાનને બિરદાવવાનો પણ પ્રયાસ છે. ૨૪ કલાક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં વિદ્યાર્થીઓ માટે આવી ટુર્નામેન્ટ થવી જાઈએ.

Surat Gujarat Nursing Cricket League was organized to create awareness on topics like 'No Drugs' and 'Maximum Organ Donation'
સુરત મનપાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન શ્રી પરેશ પટેલે જણાવ્યું કે, ‘કેચ ધ રેઈન’ થીમ પર આધારિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ નર્સિંગ સમુદાયને કામના ભારણમાંથી થોડી હળવાશ આપી મૈત્રી અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરશે. સાથોસાથ કેન્દ્ર અને રાજ્ય સરકારના જળસંચય અભિયાનને વેગ આપવાનો પ્રયાસ છે. વિદ્યાર્થીઓએ પોતાના તેમજ પરિવારનો દૃષ્ટિકોણ બદલી પાણી બચાવવા જાગૃત થવા અને પર્યાવરણ જાળવણીમાં સહયોગ આપવો પડશે.

આ સમાચાર પણ વાંચો : Beti Bachao Beti Padhao: ગુજરાત સરકારની મહેનત રંગ લાવી, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં આટલા ટકાનો નોંધાયો વધારો


Surat: VNSGUના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, નર્સિંગ ક્રિકેટ લીગથી નર્સિંગ સમુદાયની મહેનત અને સમર્પણને બિરદાવવાનો પ્રયાસ સરાહનીય છે એમ જણાવી સૌને આરોગ્ય ક્ષેત્ર અને રમતગમતમાં સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પિનલ પટેલ, દિવ્યેશ પટેલ, દેવ પટેલ અને વિરાંગ આહિરે અમૂલ્ય સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે VNSGUના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.કશ્યપ ખારચીયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, નવી સિવિલના આર.એમ.ઓ.ડો. કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ કોલેજના આચાર્ય ડો.ઈન્દ્રાવતી રાવ, ક્રિકેટ લીગના આયોજક આદિલ કડીવાલા તથા વિરેન પટેલ, વિદ્યાર્થી સલાહકાર કમલેશ પરમાર, નર્સિંગ એસો.ના અશ્વિનભાઈ પંડયા, હેમદીપ પટેલ, શનિ રાજપૂત, નર્સિંગ હોસ્પિટલ અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version