PM Modi Birthday: સુરત શહેર હોમગાર્ડઝ અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ(JCI)-બારડોલીએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ૧.૭૫ લાખ સીડ બોલ્સ બનાવી વિશ્વ વિક્રમ સર્જ્યો

સુરત શહેર હોમગાર્ડઝ અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ(JCI)-બારડોલીના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ૧.૭૫ લાખ સીડ બોલ્સ તૈયાર કરાયા છે.

PM Modi Birthday સુરત શહેર હોમગાર્ડઝ અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ(JCI)-બારડોલીએ વડાપ્રધાનશ્રીના

News Continuous Bureau | Mumbai

માહિતી બ્યુરો:સુરત:મંગળવાર: સુરત શહેર હોમગાર્ડઝ અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ(JCI)-બારડોલીના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ૧.૭૫ લાખ સીડ બોલ્સ તૈયાર કરાયા છે. માત્ર એક કલાકમાં ૧૨૨૮ જેટલા હોમગાર્ડઝે ઐતિહાસિક ૧.૭૫ લાખ સીડ બોલ્સ બનાવી વિશ્વ વિક્રમ સર્જ્યો છે.

Join Our WhatsApp Community

જેમાં ગુલમોહર, આમળાં, આમલી, હરડે, અરીઠા, વાંસ, સીતાફળ સહિતના વિવિધ બીજોનો ઉપયોગ કરી ‘સીડ બોલ’ તૈયાર કરાયા છે. માટી, પાણી અને બીજથી તૈયાર કરાયેલા સીડ બોલનો મુખ્ય હેતુ સરળતાથી બીજનું વાવેતર અને માવજત કરી પર્યાવરણ જાળવણીનો છે.

આ સમાચાર પણ વાંચો : Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી

આ પ્રસંગે સુરત હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડો.પ્રફુલ વી. શિરોયા, JCI બારડોલીના ડો. મિલિંદ પારેખ, સુમિત શાહ અને રીંકેશ શાહ, સુરત ગ્રામ્ય જિલ્લા કમાન્ડન્ટ એસ.કે.પટેલ, સુરત શહેરના સ્ટાફ ઓફીસર(તાલીમ)મેહુલ. કે. મોદી, હોમગાર્ડઝ યુનીટના અધિકારી/એન.સી.ઓઝ અને હોમગાર્ડઝ સભ્યો હાજર રહ્યા હતા. 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version