Site icon News Continuous Bureau | Mumbai

Kharek : નાયબ બાગાયત નિયામકની કચેરી અને કચ્છના પ્રાક્રિત ફાઉન્ડેસન ફોર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ (ખેડુત FPO) આટલા દિવસ માટે ખારેક વેચાણ કેન્દ્ર ખુલ્લુ રહેશે

Kharek : કચ્છની મીઠી અને રસદાર ખારેકનો સ્વાદ સુરતીઓને ઘર આંગણે મળશે. કચ્છના ખેડુતો પાસેથી મધમીઠી ખારેક ખરીદવાની સુવર્ણતક. નાયબ બાગાયત નિયામકની કચેરી અને કચ્છના પ્રાક્રિત ફાઉન્ડેસન ફોર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ (ખેડુત FPO) ૨૩ દિવસ માટે ખારેક વેચાણ કેન્દ્ર ખુલ્લુ રહેશે

Surat Horticulture Deputy Director's Office & Kharek Sales Center of Kutch Prakrit Foundation open for 23 days

Surat Horticulture Deputy Director's Office & Kharek Sales Center of Kutch Prakrit Foundation open for 23 days

News Continuous Bureau | Mumbai

Kharek :  ખાવા પીવાના શોખીન ( Surat ) સુરતી લાલાઓને હવે કચ્છની પ્રખ્યાત ખારેક સુરતના આંગણે સ્વાદ માણવા મળશે. સુરત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ( Surat Deputy Director of Horticulture Office ) અને કચ્છના પ્રાક્રિત ફાઉન્ડેસન ફોર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ (ખેડુત FPO) ( Prakrit Foundation for Development Trust ) દ્વારા સુરતના આંગણે કચ્છી ખારેકના વેચાણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના ખેડૂતો પ્રથમ વખત સુરતમાં પોતાની આવી અવનવી ખારેકો લઇ અને અંદાજીત ૨૩ દિવસ સુધી વેચાણ કરશે. સુરત શહેરના નાનપુરામાં સ્નેહમિલન ગાર્ડનની સામે મહેતા પાર્ક ખાતે તા.૨૮મી જુનથી તા.૨૦મી જુલાઈ સુધી આ બજારમાંથી સુરતીઓ ખારેકની ખરીદી કરી શકશે.

Join Our WhatsApp Channel

               કચ્છના ખેડૂતો સ્વયં પોતાની વિવિધ ખારેકની વેરાયટીનું વેચાણ કરશે. કચ્છી ખારેકને હાલમાં જ જી.આઈ. ટેગ પણ મેળવ્યો છે. કચ્છમાં કેટલીય સદીઓથી ખારેકની ખેતી ( Kharek Cultivation ) કરવામાં આવી રહી છે. ભારતના કુલ ખારેક ઉત્પાદનના ૮૫ ટકાનું ઉત્પાદન એકલા કચ્છ જીલ્લામાં થાય છે. કચ્છના ખેડૂતો કેટલીય કુદરતી આફતો વચ્ચે  છેલ્લા કેટલાય દશકોની સફળ મેહનત થી ઓર્ગેનિક અને વિશ્વમાં સૌથી મીઠી, રસદાર અને સોફ્ટ વેરાયટીઓ વિકસિત કરી છે કે જે ગલ્ફ દેશો માં પણ નથી. જેથી કચ્છના ( Kutchi Kharek ) આ સુપર ફ્રુટમાં વિશ્વના ઘણાં દેશો એ રસ દાખવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  AFG vs SA: અફઘાનિસ્તાને નોંધાવ્યો પોતાના નામે આ શરમજનક રેકોર્ડ, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિનીની હવે કરી બરાબરી..

              અત્યાર સુધી લાલ, પીળી, ગુલાબી, કેશરી અને લીલી એવી રંગબેરંગી ખારેકના ચમત્કારિક ફાયદાઓ અને તેમાં રહેલ ઔષધિય ગુણો વિષે લોકોને પુરતી માહિતી નથી. જેથી સમાજનો બહુ મોટો વર્ગ તેને આરોગવાથી વંચિત રહે છે. ખેડૂતો દ્વારા આ બજારમાં લોકોને ખારેક ફળ તથા તેની ખેતી વિષે માહિતગાર કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકો આપણા ગુજરાતના ગૌરવશાળી કલ્પવૃક્ષને ઓળખીને ખોરાકમાં ઉપયોગ કરે તેવો હેતુ રહેલો છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version