Site icon

Surat e-mobility: દેશની સૌપ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’નું લોન્ચિંગ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ

સુરતમાં પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા અને શહેરને ઈ

Surat-e-mobility-દેશની-સૌપ્રથમ-સુરત-ગ્રીન-વ્હીકલ-પોલિસી-૨૦૨૫નું-લોન્ચિંગ-કરતા-કેન્દ્રીય-જળશક્તિ-મંત્રી

Surat-e-mobility-દેશની-સૌપ્રથમ-સુરત-ગ્રીન-વ્હીકલ-પોલિસી-૨૦૨૫નું-લોન્ચિંગ-કરતા-કેન્દ્રીય-જળશક્તિ-મંત્રી

News Continuous Bureau | Mumbai

Surat e-mobility પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે લાઈવ ઇન કોન્સર્ટમાં સુમધુર ગીતોથી સુરતવાસીઓને ડોલાવ્યા
માહિતી બ્યુરો-સુરત, બુધવાર: સુરતમાં પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા અને શહેરને ઈ-મોબિલિટીમાં દેશભરમાં અગ્રણી શહેર બનાવવા સુરત મહાનગરપાલિકાએ દેશની પ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’ તૈયાર કરી છે. આ પોલિસીને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. સાથોસાથ સુરતના વિવિધ ઝોન વિસ્તારમાં રૂા.૧૪૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂા.૨૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરીને મંત્રીશ્રીએ સુરતવાસીઓને કુલ રૂા.૧૬૩ કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. વિશેષત: સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં સ્થાન અપાવનાર સુરતના ૬૦૦૦ સમર્પિત સફાઈકર્મીઓને બિરદાવવા અને તેમના આર્થિક, સામાજિક કલ્યાણ માટે વેલ્ફેર ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઈનડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે આયોજિત સમારોહમાં સુરતને સ્વચ્છ બનાવવાની સિદ્ધિમાં મહત્વપૂર્ણ અંગ સમાન સ્વચ્છતાદૂતોને અભિનંદન પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ કહ્યું કે, સુરતને ‘ખૂબસુરત’ બનાવવામાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. સુરતને સ્વચ્છતા સહિત અનેક ક્ષેત્રોમાં છેલ્લા બે વર્ષમાં ૨૦ જેટલા એવોર્ડ મળ્યા છે. સુરત શહેર જનહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.

જનભાગીદારીથી જનકલ્યાણની ઉત્તમ પહેલ અંતર્ગત સફાઈકર્મીઓના ઋણ સ્વીકાર માટે રૂ. ૧૦ કરોડનું ફંડ ઉભું કરવામાં આવી રહ્યું છે. જેમાં વગર વ્યાજે લોન, મકાન ખરીદી, ઈ વ્હીકલ ખરીદી, UPSC- GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, હોસ્ટેલ અને ભોજન સુવિધા સહાય, અનુસ્નાતક અભ્યાસ માટે સહાય આપવામાં આવશે એમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી સફાઈકર્મીઓના કલ્યાણ માટે થાય એવા ઉદ્દેશ સાથે આયોજિત આ સમારોહ સ્વચ્છતાદૂતોના સર્વાંગી આર્થિક, સામાજિક વિકાસનો પાયો નાંખશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગ્રીન વ્હીકલ પોલિસી’ નિર્માણ કરનાર સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા બની છે એટલું જ નહીં, આવનારા ૫૦ વર્ષમાં થનાર વસ્તીવધારો, શહેરીકરણને ધ્યાને લઈ પાણી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાનું અત્યારથી જ ભવિષ્યલક્ષી આયોજન કર્યું છે એમ જણાવી મનપાના સત્તાધીશો, અધિકારીઓ અને સમગ્ર મનપા તંત્રને શ્રી પાટીલે અભિનંદન આપ્યા હતા.
આ વેળાએ પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે લાઈવ ઇન કોન્સર્ટ દ્વારા સુમધુર ગીતોથી સુરતવાસીઓને ડોલાવ્યા હતા.
             નોંધનીય છે કે, યૂથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમ થકી સફાઈકર્મીઓ માટે રૂ.૧૦ કરોડનું આર્થિક ભંડોળ ઊભું કરવાનું આયોજન કરાયું છે. સંચાલન માટે સુરત મનપા દ્વારા સફાઈ યોદ્ધા વેલફેર ફંડની રચના કરવામાં આવી છે. આ ફંડમાં કોઇ પણ શહેરીજન પોતાનું યોગદાન આપી શકે છે.

 આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, ગણપતભાઈ વસાવા, મોહનભાઈ ઢોડિયા, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, ધારાસભ્યો, મનપાના પદાધિકારી-અધિકારીઓ મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version