Surat Mega Screening Drive: સુરત જિલ્લામાં હાઇબ્લડપ્રેશર અને ડાયાબીટીસની સ્ક્રીનીંગ ડ્રાઇવ શરૂ, ઉંમર ૩૦ વર્ષથી વધુ નાગરિકોને દર ઘર પર આરોગ્ય ટીમ દ્વારા નિ:શુલ્ક તપાસ

Surat Mega Screening Drive: સુરત જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાઇબ્લડપ્રેશર, ડાયાબીટીસ જેવા રોગોની તપાસ માટેના મેગા અભિયાનનો શુભારંભઃ

Surat Mega Screening Drive Screening drive for high blood pressure and diabetes started in Surat district

News Continuous Bureau | Mumbai

Surat Mega Screening Drive: નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તેવા આશયથી રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૨૦મી ફ્રેબુઆરી થી “એન.સી.ડી. અંતર્ગત સ્પેશિયલ સ્ક્રીનીંગ ડ્રાઇવ” તરીકે હાઇબ્લ્ડપ્રેશર (બી.પી.) અને ડાયાબીટીસ (સુગર)ના દર્દીઓની મેગા સ્ક્રીનીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે અભિયાન તા.૩૧ માર્ચ સુધી ચાલશે.
આ મેગા ઝુંબેશ અંતર્ગત સુરત જિલ્લા આરોગ્ય વિભાગના એન.પી.-એન.સી.ડી પ્રોગ્રામ અંતર્ગત સુરત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ ડી.પટેલના માર્ગદર્શન તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુજીત બી. પરમારના આયોજન હેઠળ ચેપી રોગોના સ્ક્રીનીંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community
Surat Mega Screening Drive Screening drive for high blood pressure and diabetes started in Surat district

Surat Mega Screening Drive Screening drive for high blood pressure and diabetes started in Surat district

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જેનો લાભ સુરત જિલ્લાના ૩૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ નિ:શુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલીક નિદાન અને દવા ઉપલબ્ધતા તેમજ ઘરે ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવશે. અભિયાન હેઠળ અંદાજે ૫.૮૦ લાખ નાગરિકો માટે આરોગ્ય ટીમ ઘરે ઘરે મુલાકાત લઈને તપાસ નિદાન કરશે.

આ સમાચાર પણ વાંચો: Indian Navy: SAGAR વિઝન સાથે ભારત અને વિયેતનામના દરિયાઈ સુરક્ષા સહયોગમાં વધારો, ભારતીય નૌકાદળનું પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન વિયેતનામના કેમ રાન્હ ખાડી ખાતે પહોંચ્યું
Surat Mega Screening Drive: આ અભિયાન દરમિયાન નાગરિકોએ નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, પેટા જિલ્લા હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે નોંધણી કરાવી શકશે. ઉપરાંત આશા કાર્યકર, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે ઘરે આવી નોંધણી કરશે. બીપી તેમજ સુગરની તપાસ, નિદાન કરશે અને શોધાયેલ દર્દીઓને સારવાર હેઠળ મુકવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version