News Continuous Bureau | Mumbai
- ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે વનિતા વિશ્રામ ખાતે બે દિવસીય મિલેટ્સ મહોત્સવ ખૂલ્લો મૂકાશે
- ૭૫ સ્ટોલ્સમાં દ.ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ્સ: મુલાકાતીઓ માટે પ્રદર્શનો, લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ મિલેટ્સ વાનગીઓ માણવા માટે લાઈવ ફૂડસ્ટોલ્સનું આયોજન
Surat Millets festival : પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય, ભોજનમાં જાડા, બરછટ અનાજનું નિયમિત સેવન કરે તેવા આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા.૮ અને ૯મી ફેબ્રુઆરી બે દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લાકક્ષાનો મિલેટ્સ મહોત્સવ યોજાશે. આ ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’ને તા.૮મીએ ૧૨.૦૦ કલાકે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લો મૂકાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ સંબોધન કરશે.
દ.ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નવસારી જિલ્લાના ૬૦ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ૭૫ જેટલા સ્ટોલ્સમાં મિલેટ્સ ઉત્પાદનો વેચાણ માટે પ્રદર્શિત કરશે. જ્યારે મિલેટ્સની વાનગીઓના ૧૫ ફુડ સ્ટોલ્સ ઉભા કરાશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હળદર, નાગલી, આંબા મોર રાઈસ, દુધ મલાઈ, કોદરો, જુવાર, ગોળ, મધ જેવી અનેક ખેતપેદાશો સુરતીઓને ખરીદવાની તક મળશે. મિલેટ્સ (જાડું અને બરછટ અનાજ)ના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો, અને પ્રાકૃતિક કૃષિપેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Millets festival: સુરતમાં પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સના મહોત્સવનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ સંબોધન કરશે
તા.૮મી સુધી સવારે ૯.૦૦ થી રાત્રે ૮.૦૦ સુધી ખૂલ્લા રહેનારા આ મહોત્સવમાં મિલેટ્સનું મહત્વ અને મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન અને બાગાયતી પેદાશોનું કેનિંગ વગેરે જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો પેનલ ચર્ચાથી માર્ગદર્શન આપશે. મિલેટ્સ આધારિત રસોઈ, લાઈવ ફૂડસ્ટોલ્સ, ફૂડ પ્રોસેસિંગનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન્સ જોવા મળશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.