Site icon

Surat News : સુરતના રાંદેર વિસ્તારમાં વિજીલન્સની ૯૬ ટીમો દ્વારા વીજજોડાણોમાં ચેકીંગ, ૧૭૭ વીજજોડાણોમાં કુલ રૂા.૨,૪૭,૭૦,૫૦૦/- ની વીજચોરી પકડાઈ

Surat News : ૪,૫૩૩ વીજજોડાણોને ચેક કરતા ૧૭૭ વીજજોડાણોમાં કુલ રૂા.૨,૪૭,૭૦,૫૦૦/- ની વીજચોરી પકડાઈ

Surat News 96 vigilance teams check electricity connections in Rander, electricity theft worth Rs. 2.47 crore caught

Surat News 96 vigilance teams check electricity connections in Rander, electricity theft worth Rs. 2.47 crore caught

News Continuous Bureau | Mumbai

Surat News : રાંદેર શહેર-૧ અને ૨ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે વહેલી સવારથી GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.) અને DGVCL વિજીલન્સની ૯૬ ચેકીંગ ટીમો દ્વારા વીજજોડાણોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન કુલ ૪,૫૩૩ વીજજોડાણ ચેક કરતા ૧૭૭ વીજજોડાણોમાં કુલ રૂા. ૨,૪૭,૭૦,૫૦૦/- ની વીજચોરી થઈ હોવાનું જણાયું હતું.

Join Our WhatsApp Community

GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.)ના વિજીલન્સ વિભાગના વડા અધિક્ષક ઈજનેર ડી.પી. મોદી, DGVCL વિજીલન્સ વિભાગના વડા અધિક્ષક ઈજનેર યુ.એ. ચૌધરી અને DGVCL સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઈજનેર બી.સી. ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને GUVNL પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરાઈ હતી.. આ રેડ દરમ્યાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરીંગ સાથે ચેડા કરી તેમજ મેઈન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેકટ વીજચોરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું જેથી ચેકીંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી કરી હતી એમ અધિક્ષક ઇજનેર (વિજીલન્સ વિભાગ)ની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો :  Surat News : ચોકબજારની વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર સંતાનોને સહાયરૂપ બન્યું સુરતપોલીસતંત્ર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version