Surat News : ચૂંટણી મતદાન સમયે હીટ વેવ દરમ્યાન લોકોને લૂ લાગવાથી બચાવવા માટે મેડિકલ કીટ અને જરૂરી સાધન સામગ્રી સાથે તૈયારી રાખવા સુચના

Surat News : સુરત જિલ્લામાં હીટવેવના અસરને ધ્યાને લઈને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તામામ હેલ્થ ઓફિસરોને તકેદારીના પુરતા પગલાઓ લેવા કર્યો અનુરોધ

surat-news Steps by election commission for voting during summer

News Continuous Bureau | Mumbai

Surat News : ઉનાળાની ઋતુમાં હીટવેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરથી બચવા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ પટેલની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં સુરત જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપરીટેન્ડન્ટશ્રીઓ, તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ અને તમામ મેડિકલ ઓફિસરો હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Community
surat-news Steps by election commission for voting during summer

surat-news Steps by election commission for voting during summer

ડો.અનિલ પટેલે જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસરો તથા તમામ આરોગ્ય તંત્રને હીટ વેવ અંતર્ગત જનસમુદાયને લૂ (હીટ સ્ટ્રોક)થી બચાવવા માટેના જરૂરી પગલાઓ લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઈ.એમ.ઓ.શ્રી સુરત અને એપેડેમીયોલોજીસ્ટશ્રી દ્વારા તમામ હાજર આરોગ્ય અધિકારીઓને ગરમીના મોજાથી જનસમુદાયને સુરક્ષીત રાખવા માટેના જરૂરી પગલાં લેવા માટે સૂચીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચૂંટણી મતદાન સમયે હીટ વેવ દરમ્યાન લોકોને લૂ લગવાથી બચાવવા માટે મેડિકલ કીટ અને જરૂરી સાધન સામગ્રી સાથે રાખી સાવચેતી રાખવા બાબતે પણ આરોગ્ય અધિકારીઓને સૂચનાઓ આપી હતી. સુરત જિલ્લાની પંચાયત ખાતે હીટ વેવ, લૂ (હીટ સ્ટ્રોક) ન લાગે તે માટે તકેદારીના પગલાઓ લેવા જણાવ્યું હતું. જરૂરી દવાઓ, ઈકિવપમેન્ટસ જથ્થાની સમીક્ષા કરીને હીટવેવની પરિસ્થિતિને પહોચી વળવા માટેનો અનુરોધ કર્યો હતો. લગતી તમામ તૈયારીઓ કરવા આ બાબતે જિલ્લા પંચાયત કેમ્પસ કેન્ટીનમાં ORS કોર્નર બનાવવામાં આવ્યો છે. તેમજ લોકોને ઉપયોગી બને તે માટે જાણકારી આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : IPL 2024: KKR સામે આઉટ થયા બાદ ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, અમ્પાયરના આ નિર્ણયથી નારાજ દેખાયો કિંગ કોહલી..

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version