Site icon

 Surat News :આદિવાસી પિતાએ દહેજને તિલાંજિલ આપી નવ ગુલાબના ફૂલ સાથે દિકરીને વિદાય આપી- કન્યાદાન કર્યું

 Surat News :ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકામાં આદિવાસી પરિવારોની પ્રેરક પહેલ

 Surat News Surat Tribal Father Bids Farewell To Daughter With 9 Roses In Umarpada

 Surat News Surat Tribal Father Bids Farewell To Daughter With 9 Roses In Umarpada

News Continuous Bureau | Mumbai

Surat News : આદિવાસી સમાજ પુરાતનકાળથી પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ છે. તેની સંસ્કૃતિ જ અલગ ભાત પાડે છે. આપણા દેશમાં અનેક પ્રકારના સમુદાયો વસે છે અને પોતપોતાના પ્રસંગો, વિવિધ રીતિ-રિવાજોથી જોડાયેલા છે. સૌ માટે લગ્ન-પ્રસંગ અનેરી ખુશીઓનો પ્રસંગ હોય છે. તાજેતરમાં ઉમરપાડા તાલુકાના ટાવલ ગામ અને ડેડિયાપાડા તાલુકાના ચુલી ગામના આદિવાસી કુટુંબે અને અનોખો દાખલો બેસાડયો છે. દીકરીના પિતાએ દહેજને તિલાજંલિ આપતા નવ ગુલાબના ફૂલ સાથે દીકરીને વિદાય કરી અને વરપક્ષે પણ સહર્ષ સ્વકારી લીધી.

Join Our WhatsApp Community

રાજ્યમાં જિલ્લા અને સમાજ અનુસાર અલગ-અલગ પ્રથાઓ છે. જેમાં દહેજ આપવા-લેવાની કુપ્રથા પણ જોવા મળે છે. મજબૂર-લાચાર પિતાએ વર પક્ષને મોં માંગી રકમ અને ચીજ વસ્તુઓ આપવી પડતી હોય છે. ત્યારે ખારા જળમાં મીઠી વિરડી સમાન કેટલાક એવા પણ જાગૃત્ત લોકો હોય છે જે નવો ચીલો ચાતરે છે અને સમાજને દીવા દાંડી બતાવે છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમાજમાં ઘણા પરિવારો સમાજને દિશા ચીંધી રહ્યા છે. ડેડીયાપાડા તાલુકાના ચુલી ગામના વતની વિદેશીંગભાઇ રામસિંગભાઈ વસાવાની સુપુત્રી જશોદા તેમજ ઉમરપાડા તાલુકાના ટાવલ ગામના વતની ગુરજીભાઈના સુપુત્ર જિજ્ઞેશ એકબીજા સાથે પ્રેમસંબંધમાં જોડાયા હતા. ત્યારબાદ બંને પરિવારો દ્વારા રાજીખુશીથી ઉમરપાડા તાલુકાના ટાવલ ગામે દાવો રાખવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :   India Service Sector :સેવા ક્ષેત્રે ભારતની રફ્તાર, નાણાકીય વર્ષ 2025 માં ભારતની નિકાસ $825 બિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચી

બંને પક્ષના ભાઈઓ-બહેનો, ગ્રામજનો તેમજ દાવો કરતા વડીલો, પંચોની સાક્ષીમાં કન્યાના પિતાએ ફક્ત નવ ગુલાબના ફૂલ દહેજ (દાવામાં) લઈને પોતાના પુત્રીને જમાઈના હાથમાં દાન કરી (સોંપી) હતી. આદિવાસી સમાજમાં આ દાવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે. ઘણી વાર નવ આના કે ₹૯ લઈને કન્યાનું દાન કરવામાં આવે છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના આદિવાસી પરિવારે માત્ર ૯ ગુલાબના ફૂલ લઈને પોતાની પુત્રીને સાસરે વળાવી હતી. જેમાં વરપક્ષે પણ દહેજ વિના રાજીખુશીથી કન્યાઓને સ્વીકારી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version