Site icon News Continuous Bureau | Mumbai

Surat: સુરત આરટીઓ દ્વારા મોટરકાર સીરીઝની GJ-05-JT સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોની હરાજીમાં ભાગ લેવાની તક

Surat: યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીના નિયત સૂચનાઓ મુજબ ભાગ લેવાનો રહેશે.

Surat Opportunity to participate in the auction of golden and silver numbers of the GJ-05-JT series of motorcar series by Surat RTO

Surat Opportunity to participate in the auction of golden and silver numbers of the GJ-05-JT series of motorcar series by Surat RTO

News Continuous Bureau | Mumbai

Surat:  સુરતના પાલ આરટીઓ દ્વારા મોટરકાર GJ-05-JT સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોની પસંદગી માટે ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન તા.૮ થી ૧૦ જાન્યુઆરીના સાંજના ૪.૦૦ વાગ્યા સુધી થશે. જ્યારે હરાજી તા.૧૦ના ૪.૦૦ વાગ્યાથી તા.૧૨મી જાન્યુઆરી એમ ત્રણ દિવસ દરમિયાન થશે.

Join Our WhatsApp Channel

તા.૨૫ થી ૨૬ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics : મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા નું ફરી એકસાથે આવવું મુશ્કેલ, પણ અસંભવ નથી? જાણો અચાનક કેમ વહેતી થઇ અટકળો.. 

Surat:  પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવું. જેનો યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીના નિયત સૂચનાઓ મુજબ ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહિ મેળવે અથવા ઉપલબ્ધ નબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહિ તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે અને આવા અનરજિસ્ટર્ડ વાહનનો જાહેર ઉપયોગ કરી શકાશે નહીં એમ સુરતના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, પાલની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version