Site icon

Surat Panchayat revenue: સુરતમાં જિલ્લા પંચાયત વેરા વસુલાતમાં વધારો કરવા માટે થઇ વિશેષ ચર્ચા, જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીઓને હકારાત્મક અભિગમ અપનાવ્યો

Surat Panchayat revenue: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને ઝુંબેશ સંદર્ભે જિલ્લા પંચાયત ખાતે શાખાધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

Surat Panchayat revenue Special discussion held to increase district panchayat tax collection in Surat

Surat Panchayat revenue Special discussion held to increase district panchayat tax collection in Surat

News Continuous Bureau | Mumbai

Surat Panchayat revenue: પંચાયત વેરાની વસુલાત ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ છે, અને તેમાંથી પ્રાપ્ત થતું ભંડોળ ગામોના આધુનિક વિકાસ માટે ઉપયોગી બને છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે હવે માત્ર દોઢ માસનો સમયગાળો બાકી છે, તેથી સુરત જિલ્લામાં પંચાયત વેરાની વસુલાત વધારવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી પંચાયતોની આવકમાં વધારો થાય અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટર અને અન્ય પાયાની સુવિધાઓના વિકાસ માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ થાય.

Join Our WhatsApp Community

વેરા વસુલાતની કામગીરીના સંચાલન અને દેખરેખ માટે જિલ્લા કક્ષાએથી વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓની નિમણૂક કરાઈ છે. આ અધિકારીઓ ગામોની મુલાકાત લઈ, ગ્રામ પંચાયતની ટીમ સાથે બેઠક યોજી વસુલાતની સમીક્ષા કરશે અને બાકીદારોને વેરા ભરવા અંગે જરૂરી કાર્યવાહી કરાવશે.

આ સમાચાર પણ વાંચો:  Ahmedabad Millet Festival: રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદીઓએ કરી મોજ, ૧૦૫ સ્ટોલ્સમાંથી આટલા લાખની ખરીદી કરી

Surat Panchayat revenue: આ ઝુંબેશ અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે શાખાધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં વિવિધ યોજનાઓની કામગીરી અને અન્ય વહીવટી બાબતોની સમીક્ષા કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ શિવાની ગોયલના હસ્તે નાયબ પશુપાલન નિયામક ડો.મયુર ભીમાણીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર આપવામાં આવ્યું. વેરા વસુલાતની કામગીરીના નિરીક્ષણ માટે નિમાયેલા અધિકારીઓને પંચાયત વેરા વસુલાત વધારવા માટે માર્ગદર્શન અપાયું હતું.

વેરા વસુલાતની અસરકારકતા વધારવા માટે તલાટીઓ માટે આયોજિત વિશેષ સેમિનારમાં વેરા વસુલાતને વધુ અસરકારક કરવા અંગે સમજ અપાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીઓને હકારાત્મક અભિગમ અપનાવી, ગ્રામજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે સ્વભંડોળની આવકમાં મહત્તમ વધારો કરવાની તેમજ તાલુકા વિકાસ અધિકારીઓને તેમના તાલુકામાં વેરા વસુલાતની કામગીરી પર દેખરેખ રાખવા સૂચના આપી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગજેન્દ્ર પટેલે વેરાની કામગીરીને કાર્યક્ષમ બનાવવા માટે બેસ્ટ પ્રેક્ટિસ અપનાવવા પર ભાર મૂક્યો.
જે ગ્રામ પંચાયતો ૮૦% કે તેથી વધુ વસુલાત કરે છે, તે પંચાયતોને ચાલુ વર્ષની વસુલાતના ૫૦% અને મહત્તમ રૂ. ૫ લાખ સુધીની રકમ ‘સી.ડી.પી. ૧૮’ અંતર્ગત પ્રોત્સાહક સહાય તરીકે આપવામાં આવશે. વધુમાં દર ૩ દિવસે નબળી વસુલાત ધરાવતા ગામોના તલાટીઓનો રિવ્યુ કરાશે.

આ સમાચાર પણ વાંચો: Surat Urban Forest: સુરતવાસીઓને મળ્યું નવું નજરાણું, ડુમસ બીચ નજીક મિયાવાકી પદ્ધતિથી બનાવાયું ‘નગરવન’ ; જાણો ખાસિયત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version