Site icon

Surat Police: સુરત પોલીસની નવી ઝુંબેશ, કરવામાં આવ્યું હેલ્મેટ વિતરણ, વારંવાર નિયમ ભંગ કરનારાઓ વિરુદ્ધ કરાશે દંડનીય કાર્યવાહી

Surat Police: સુરત શહેર પોલીસ દ્વારા નવી સિવિલ ખાતે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના હસ્તે મહિલા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓને હેલ્મેટ વિતરણ કરાયું

Surat Police punitive action will be taken against those who repeatedly violate the rules

Surat Police punitive action will be taken against those who repeatedly violate the rules

News Continuous Bureau | Mumbai

Surat Police: માર્ગ સલામતી અને સુરક્ષા સંદર્ભે સુરત પોલીસ વિભાગ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના હસ્તે ૧૨૫થી વધુ મહિલા સ્ટાફગણને હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આજરોજ સુરત શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારાઓ વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરી હતી.

Join Our WhatsApp Community

આ અવસરે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, હેલ્મેટ એ પોલીસથી બચવા નહી પણ આકસ્મિક અથવા અજાણતાં જોખમો સામે પોતાની અને પરિવારના સભ્યોનું સુરક્ષા કવચ છે. અકસ્માતની દરેક ઘટના બને છે તેમાં મોટા ભાગે હેલ્મેટ ન પહેરવાના કારણે જ ચાલકનું મૃત્યુ થાય છે. CCTV કેમેરા અને ડ્રોન કેમેરાથી બાજ નજર રાખીને હેલ્મેટ ન પહેરનારાઓને ઈ-ચલણ ઈસ્યું કરવામાં આવશે. વારંવાર નિયમ ભંગ કરનારાઓનું લાઈસન્સ રદ્દ તેમજ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને સ્થળ પર જ ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવશે. શહેરીજનોને નાગરિકોને સલામતી સાથે નિયમો અનુસરવા અનુરોધ કર્યો હતો. નગરજનો પોતાની સમજણથી સુરતમાં ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા થયા છે એમ જ હેલ્મેટ પહેરીને ટુ-વ્હીલર ચલાવશો તો પોલીસ ક્યારેય તમને રોકશે નહીં એમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  World Congress of Diabetes: અવકાશ, વિજ્ઞાન અને જીવવિજ્ઞાનમાં જોવા મળી નવીનતા, ડૉ. જિતેન્દ્ર સિંહે વર્લ્ડ કોગ્રેસ ઓફ ડાયબિટીસનું કર્યું ઉદ્ઘાટન
Surat Police; નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, આજથી સુરતમાં Helmet on, Worry gone સાથે સુરત પોલીસની ખાસ ઝુંબેશમાં નવી સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફગણ સહભાગી બન્યા હતા. પોતાના સ્વ-બચાવ માટે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે. ટુ-વ્હીલર ચલાવતી વખતે અવશ્ય હેલ્મેટ પહેરવાનો અનુરોધ કરતા તેમણે સુરત પોલીસ દ્વારા નાગરીકોની સુરક્ષા અને સલામતી માટેની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશ્નર રાઘવેન્દ્ર વત્સ, ટ્રાફિક DCP અમિતા વાનાણી, મેડિકલ કોલેજ ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, ઈ. સુપ્રિટેન્ડન્ટ ડો.પારૂલ વડગામા, RMO ડો.કેતન નાયક સહિત સિવિલના ડોકટરો, નર્સિગ, સિકયુરીટી સહિતના સ્ટાફગણ, પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version