News Continuous Bureau | Mumbai
Surat : સુરત ( Surat ) માં મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટેશન હબ ( Multi Model Transportation Hub ) રેલવે સ્ટેશન સાકાર થવા જઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ( PM Modi ) દ્વારા ભારતના નાગરિકોને વિશ્વકક્ષાની સવલતો આપવાની દિશામાં અનેક કામો થઈ રહ્યા છે, ત્યારે સુરત રેલવે સ્ટેશનને વિશ્વકક્ષાનું બનાવવા માટે અનેક મંજૂરીઓ અને અનેક કામો એક સાથે હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ આ પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે સતત પ્રત્યનશીલ છે, ત્યારે રેલવે મંત્રાલય ( railway ministry ) દ્વારા મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટેશન હબ ખાતે રૂપિયા 496.98 કરોડના ખર્ચે રેલવે મંત્રાલયના 63 ટકા ફંડિંગ સાથે આ રોડને મંજૂરી આપવામાં આવી છે.
એલિવેટેડ રોડની વિશેષતા એ છે કે તેની કુલ લંબાઈ 5479 મીટરની રહેશે. આ રોડ બનવાથી યાત્રીઓનો સમય બચવા સાથે ઈંધણની પણ બચત થશે. તેમજ વરાછા રોડ, લંબે હનુમાન રોડ અને રિંગરોડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે. નવનિર્મિત કોમર્શિયલ હબ સુધી લોકો સીધા પહોંચી શકશે. યાત્રીઓ માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થઈ જશે. આ કોરિડોર બનવાને કારણે સુરત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં આવાગમન ખુબ સરળ બનશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : India-Maldives row: માલદીવના મંત્રીઓને PM મોદીની ટીકા અને અપમાન કરવું ભારે પડ્યું, સરકારે કરી આ કડક કાર્યવાહી…