News Continuous Bureau | Mumbai
Surat Rain: સુરત જિલ્લામાં ચોમાસાના આગમથી લઈને આજદિન મેધરાજા ( Heavy Rain ) મનમુકીને વરસ્યા હોવાથી ખેડુતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડુતોએ ખરીફ પાકોનું મોટા પાયે વાવેતર પણ કર્યું છે. ગુરૂવારે સવારથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધીના આંકડાકીય વિગતો જોઈએ તો બારડોલીમાં ( Bardoli ) ૧૩, ઉમરપાડામાં ૧૨ અને પલસાણામાં ૧૯ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે અન્ય તાલુકાઓમાં ઝરમરીયો વરસાદ જોવા મળ્યો હતો.
વરસાદના આંકડાકીય વિગતો જોઈએ તો આ વર્ષે જુલાઈ ૨૦૨૪ના અંતે છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ ટકાવારીએ જોઈએ તો, પલસાણા ( Palsana ) તાલુકામાં સીઝનનો ૧૬૫૪ મી.મી.એટલે કે, ૧૧૧ ટકા તથા બારડોલીમાં ૧૪૨૦ મી. મી. એટલે કે, ૧૦૦ ટકા વરસાદ પડી ચુકયો છે. જયારે ઉમરપાડા ( Umarpada ) તાલુકામાં ૧૬૯૩ મી.મી. સાથે સીઝનનો ૭૪.૮૨ ટકા વરસાદ, ઓલપાડમાં ૯૨૭ મી.મી. સાથે ૯૧.૮૩ ટકા, કામરેજમાં ૧૨૪૧ મી.મી. સાથે ૯૩.૩૮ ટકા, ચોર્યાસી તાલુકામાં ૬૬૪ મી.મી. સાથે ૪૯.૫૦ ટકા, મહુવામાં ૧૪૫૯ મી.મી. સાથે ૯૫.૫૧ ટકા, માંગરોળમાં ૮૪૯ મી.મી. સાથે ૪૯.૩૧ ટકા, માંડવીમાં ૭૪૧ મી.મી. સાથે ૫૭.૫૫ ટકા જયારે સુરત ( Surat ) સીટીમાં ૧૧૪૮ મી.મી. સાથે ૮૦.૮૭ ટકા વરસાદ નોંધાયો હતો. આમ સુરત જિલ્લા સરેરાશ ૮૦ ટકા વરસાદ નોંધાઈ ચુકયો છે
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સની હોકીમાં ભારતનો પ્રથમ પરાજય, ભારતીય ટીમ આ દેશની ટિમ સામે 2-1થી હારી…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
