News Continuous Bureau | Mumbai
Surat: ગુજરાતના અનુસુચિત જનજાતિના ઉમેદવારો ( Scheduled Tribe candidates ) માટે ભારતીય સંરક્ષણ દળોમાં ( Indian Defense Forces ) આર્મી/નેવી/એરફોર્સમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી ( Agniveer recruitment ) પૂર્વે તાલીમનું આયોજન રક્ષાશક્તિ યુનિવર્સિટી ( Raksha Shakti University ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉમેદવારોની રહેવા, જમવા તેમજ પરીક્ષાલક્ષી તાલીમ વિનામૂલ્યે અપાશે. આ તાલીમમાં જોડાવા ઈચ્છુક તા.૦૧/૦૮/૨૦૦૪ થી તા.૦૧/૦૪/૨૦૦૭ દરમિયાન જન્મેલા એસ.ટી. ઉમેદવારો કે જેઓ ધો.૧૦ પાસ લઘુતમ ૪૫% અને દરેક વિષયમાં લઘુતમ ૩૩ ગુણ તથા ઊંચાઇ ૧૬૨ સે.મી., વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭-૮૨ સે.મી ધરાવતા હોય તેઓ તાલીમમાં જોડાઈ શકશે.
તાલીમમા ભાગ લેવા માટે તા.૧૧/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી કચેરી સમય દરમિયાન મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, સી વિંગ, ૫મો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂ નામ નોંધાવવા મદદનીશ નિયામક(રોજગાર), સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi’s visit to Russia 2024: મોદી-પુતિનની મિત્રતાથી અમેરિકા પરેશાન! ભારત અને રશિયા વચ્ચે આ 9 કરારને મળી મંજુરી.. જાણો વિગતે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
