Site icon News Continuous Bureau | Mumbai

Surat: અગ્નિવીર ભરતી પૂર્વે તાલીમ માટે આદિજાતિ(ST) ઉમેદવારો માટે રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા નિ:શુલ્ક તાલીમ યોજાશે

Surat: તાલીમમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો તા.૧૧મીએ રોજગાર કચેરીમાં રૂબરૂ આવી નામ નોંધાવે

Surat Raksha Shakti University will conduct free training for Tribal (ST) candidates for Agniveer for pre-recruitment training

Surat Raksha Shakti University will conduct free training for Tribal (ST) candidates for Agniveer for pre-recruitment training

 News Continuous Bureau | Mumbai

Surat:  ગુજરાતના અનુસુચિત જનજાતિના ઉમેદવારો ( Scheduled Tribe candidates ) માટે ભારતીય સંરક્ષણ દળોમાં ( Indian Defense Forces ) આર્મી/નેવી/એરફોર્સમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી ( Agniveer recruitment ) પૂર્વે તાલીમનું આયોજન રક્ષાશક્તિ યુનિવર્સિટી ( Raksha Shakti University ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉમેદવારોની રહેવા, જમવા તેમજ પરીક્ષાલક્ષી તાલીમ વિનામૂલ્યે અપાશે. આ તાલીમમાં જોડાવા ઈચ્છુક તા.૦૧/૦૮/૨૦૦૪ થી તા.૦૧/૦૪/૨૦૦૭ દરમિયાન જન્મેલા એસ.ટી. ઉમેદવારો કે જેઓ ધો.૧૦ પાસ લઘુતમ ૪૫% અને દરેક વિષયમાં લઘુતમ ૩૩ ગુણ તથા ઊંચાઇ ૧૬૨ સે.મી., વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭-૮૨ સે.મી ધરાવતા હોય તેઓ તાલીમમાં જોડાઈ શકશે.

Join Our WhatsApp Channel

તાલીમમા ભાગ લેવા માટે તા.૧૧/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી કચેરી સમય દરમિયાન મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, સી વિંગ, ૫મો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂ નામ નોંધાવવા મદદનીશ નિયામક(રોજગાર), સુરતની યાદીમાં જણાવાયું છે. 

આ સમાચાર પણ વાંચો : PM Modi’s visit to Russia 2024: મોદી-પુતિનની મિત્રતાથી અમેરિકા પરેશાન! ભારત અને રશિયા વચ્ચે આ 9 કરારને મળી મંજુરી.. જાણો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version