Site icon News Continuous Bureau | Mumbai

Surat :માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

Surat : નાના પ્રકારના ધંધા કે રોજગાર શરૂ કરવા હોય, તેમને તેમના વ્યવસાયને અનુરૂપ સાધન-ઓજાર સહાયરૂપે આપવામાં આવે છે. જેમાં અથાણા બનાવટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ, દુધ-દહી વેચાણ, પંચર કીટ, પાપડ બનાવટ, પ્લમ્બિંગ, બ્યુટી પાર્લર, ભરતકામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ તથા સેન્ટીંગ કામ વગેરે માટે સહાય આપવામાં આવે છે.

Surat Request to apply for free tool kits for up to 10 businesses under the Manav Kalyan Yojana

Surat Request to apply for free tool kits for up to 10 businesses under the Manav Kalyan Yojana

News Continuous Bureau | Mumbai  

Surat : 

Join Our WhatsApp Channel

અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ
 
 માનવ કલ્યાણ યોજના વર્તમાન વર્ષ ૨૦૨૫–૨૬ માટે રાજય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ ગાંધીનગરની કચેરી દ્વારા માનવ કલ્યાણની યોજનાની કામગીરી પારદશર્ક બને તેવા આશયથી ઘર બેઠા અરજી કરી શકે તે માટે ઓનલાઈન અરજીની વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજના નબળા વર્ગના લોકો, જેમણે નાના પ્રકારના ધંધા કે રોજગાર શરૂ કરવા હોય, તેમને તેમના વ્યવસાયને અનુરૂપ સાધન-ઓજાર સહાયરૂપે આપવામાં આવે છે. જેમાં અથાણા બનાવટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ, દુધ-દહી વેચાણ, પંચર કીટ, પાપડ બનાવટ, પ્લમ્બિંગ, બ્યુટી પાર્લર, ભરતકામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ તથા સેન્ટીંગ કામ વગેરે માટે સહાય આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad News: સરકારી સ્કૂલ ચલે હમ : અમદાવાદની આ સરકારી શાળામાં પ્રવેશ માટે પડાપડી, વાલીઓની લાગી લાંબી કતાર

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નજીકના CSC સેન્ટર પરથી ઓનલાઈન કરી શકાય છે. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલમાં મુકવામાં આવતી આ યોજના સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને માટે કોઈ પણ એજન્ટ, દલાલ કે અનધિકૃત વ્યક્તિને અરજી પ્રક્રિયામાં જોડાવાની કોઈ માન્યતા આપવામાં આવી નથી તેમ સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Kevdi Dam Alert Stage Surat વરસાદી પાણીની હેલી, માંડવીનો કેવડી ડેમ છલોછલ થવાની અણી પર, નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
Exit mobile version