Site icon News Continuous Bureau | Mumbai

Surat : સુરત આરટીઓ દ્વારા M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ 05 TBનું ઈ-ઓક્શન થશે

Surat : તા.0૨ થી ૦૪ મે-૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

Surat RTO to conduct e-auction of MCycle Golden and Silver numbers series GJ 05 TB

Surat RTO to conduct e-auction of MCycle Golden and Silver numbers series GJ 05 TB

News Continuous Bureau | Mumbai 

Surat : સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા M/Cycle સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 TBનું   ઓનલાઈન ઓક્શન   શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી ( E-auction ) માટે રજિસ્ટ્રેશન તા. 0૨ થી ૦૪ મે-૨૦૨૪ સુધી અને હરાજી તા.૦૪ થી ૦૬ મે-૨૦૨૪ દરમિયાન કરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

                 પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/ parivahan.gov.in/fancy  પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે. 

          આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.             

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: અત્યાર સુધી એક પણ ચૂંટણીમાં મતદાન કરવાની ફરજ ન ચૂકેલા 95 વર્ષીય રૂસ્તમજી મહેતાએ આ વખતે ચૂંટણી તંત્રની મદદથી ઘરે બેઠા મતદાન કર્યું.

           અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI  E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત ( Surat RTO ) , પાલની યાદીમાં જણાવાયું છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version