Site icon News Continuous Bureau | Mumbai

Surat RTO: સુરત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સીરીઝ(HGV)ના GJ05BZ, GJ05CU, GJ05CW, GJ05CY સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિ-ઓક્શન થશે

Surat RTO: તા.૨૫ થી ૨૬ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

Surat RTO will re-auction the golden and silver numbers of the GJ05BZ, GJ05CU, GJ05CW, GJ05CY series of Transport Series (HGV)

Surat RTO will re-auction the golden and silver numbers of the GJ05BZ, GJ05CU, GJ05CW, GJ05CY series of Transport Series (HGV)

News Continuous Bureau | Mumbai

Surat RTO: સુરતના પાલ આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સીરીઝ(HGV)ના GJ05BZ, GJ05CU, GJ05CW, GJ05CY સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું રિ- ઓક્શન શરૂ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન તા.૨૪ થી ૨૬ ડિસેમ્બર સુધી થશે. જ્યારે હરાજી તા.૨૬ થી ૨૮ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને જેમાં

Join Our WhatsApp Channel

http:/parivahan.gov.in/fancy  પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવું. જેનો યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીના નિયત સૂચનાઓ મુજબ ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે.

આ સમાચાર પણ વાંચો  :Surat RTO: સુરત આરટીઓ દ્વારા થ્રી વ્હીલર વાહનોની નવી સીરીઝ GJ05CZનાં પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓક્શન થશે

આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહિ મેળવે અથવા ઉપલબ્ધ નબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહિ તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે અને આવા અનરજિસ્ટર્ડ વાહનનો જાહેર ઉપયોગ કરી શકાશે નહીં એમ સુરતના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, પાલની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version