Site icon

National Painting Competition: ‘રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતા ૨૦૨૪નું આયોજન.. સુરતના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાને મળ્યું ચોથું સ્થાન, ઉપરાષ્ટ્રપતિએ આપ્યું આ ઇનામ..

National Painting Competition: ભારત સરકારના ઉર્જા સંરક્ષણ બ્યુરો એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આયોજીત રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતામાં વેડરોડ ગુરૂકુલના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાએ ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો

Surat student Makwana Krishna got 4th rank in the national painting competition organized by Government

Surat student Makwana Krishna got 4th rank in the national painting competition organized by Government

News Continuous Bureau | Mumbai

National Painting Competition:  ભારત સરકાર દ્વારા આયોજિત (ઉર્જા સરક્ષણ બ્યુરો એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતા – ૨૦૨૪માં સમગ્ર ભારતમાંથી ૮૫ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી દરેક રાજ્યમાંથી રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં સુરતના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય – વેડ રોડના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને તેની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા હતા. જેમાં ભારતકક્ષાએ મકવાણા ક્રિષ્નાને ટોપ ટેનમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરવાથી ભારતના ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખરના ( Jagdeep Dhankhar ) વરદ્ હસ્તે ટેબલેટ તથા રૂા.૧૫ હજારનું ઇનામ એનાયત થયું હતું. તેમને મળેલ આ વિશિષ્ટ સિધ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત સ્વામી પ. પૂ. સદગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામી, તૈયારી કરાવનાર ચિત્રશિક્ષક પ્રજાપતિ પ્રવીણભાઈ અભિનંદન પાઠવ્યા હતા. 

Join Our WhatsApp Community

આ પ્રસંગે શાળા પરિવાર વતી આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયા, ધર્મેશભાઈ સલિયા તેમજ શાળાના તમામ શિક્ષકોએ મકવાણા કૃષ્ણને ( Makwana Krishna )  અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : Udyan Utsav Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નિલયમમાં ‘આ’ ફૂલ અને બાગાયત ઉત્સવનું કરશે આયોજન, કાર્યક્રમના ઉદ્ઘાટનની તૈયારીઓની કરી સમીક્ષા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version