Surat: પક્ષીઓ પ્રત્યે સંવેદના એટલે કરૂણા અભિયાન, આ તારીખ સુધી સુરત શહેર-જિલ્લામાં ચાલશે અભિયાન

Surat: પક્ષીઓની સારવાર માટે ટોલ ફ્રી ૧૯૬૨, વનવિભાગના ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સએપ હેલ્પલાઈનથી પક્ષી બચાવ માટે એનિમલ એમ્બ્યુલન્સ સહિતની મદદ મેળવી શકાશે. સુરત વનવિભાગના હેલ્પલાઈન નં.૯૯૦૯૭૩૦૦૩૦ ઉપર સંપર્ક કરી શકાશે. નવસારી વેટરનરી કોલેજના ૨૬ ડોકટરો તેમજ ૧૯ સ્વયંસેવી સંસ્થાઓના ૧૦૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે ફરજ બજાવશે. વનવિભાગ અને પશુપાલન વિભાગની દેખરેખ હેઠળ પક્ષી બચાવ માટે ૧૪ કલેક્શન સેન્ટર અને ૭ ઓપરેશન થિયેટર. પક્ષીઓ પ્રત્યે સંવેદના એટલે કરૂણા અભિયાનઃ ઉત્તરાયણમાં મૂંગા-અબોલ પશુ જીવોની સારવાર-સુશ્રુષા માટે રાજ્ય સરકારનું મહાઅભિયાન

Surat Sympathy for birds means karuna campaign, the campaign will run in Surat city-district till this date

News Continuous Bureau | Mumbai

Surat: ઉત્તરાયણ પર્વમાં પંતગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે રાજ્ય સરકાર ( State Govt ) દ્વારા ૨૦મી જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે ઉત્તરાયણ ( Uttarayana ) પર્વ દરમિયાન અબોલ પક્ષીઓને ( birds ) તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વનવિભાગ તથા સુરત શહેર જિલ્લાની જીવદયાની સ્વૈચ્છિક સંસ્થાઓ, પશુપાલન, મહાનગરપાલિકાના સહયોગથી સુદઢ આયોજન કરવામાં આવ્યું છે. કરૂણા અભિયાન ( karuna campaign ) હેઠળ એન.જી.ઓ ના ૧૦૦૦ થી વધુ સ્વયંસેવકો તથા વન વિભાગના સ્ટાફ ફરજ બજાવશે. સારવાર કેન્દ્રની દેખરેખ તેમજ મદદ માટે વનવિભાગ અને પશુપાલન વિભાગની દેખરેખ હેઠળ ૧૪ કલેક્શન સેન્ટર અને ૭ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. નવસારી વેટરનરી કોલેજના ૨૬ ડોકટરો તેમજ ૧૩ સ્વયં સેવી સંસ્થાઓના ૧૦૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે ફરજ બજાવશે. 

Join Our WhatsApp Community

             સુરત શહેર-જિલ્લામાં ૧૯૬૨ તથા સુરત વનવિભાગની ( Forest Department ) હેલ્પલાઈન ૯૯૦૯૭૩૦૦૩૦ ઉપર કોલ કરવાથી સ્થળ પર જ ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા મળી રહેશે. 

Sympathy for birds means karuna campaign, the campaign will run in Surat city-district till this date

Sympathy for birds means karuna campaign, the campaign will run in Surat city-district till this date

            અભિયાનના નોડલ ઓફિસર અને નાયબ વન સંરક્ષક(સામાજિક વનીકરણ વિભાગ-સુરત) શ્રી સચિન ગુપ્તાએ કરૂણા અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહ્યું છે, જેમાં વનવિભાગ, શિક્ષણ વિભાગ, પશુપાલન વિભાગ અને જિલ્લાભરમાં પથરાયેલી જીવદયા સંસ્થાઓના સંકલનમાં રહી પક્ષી બચાવની કામગીરી કરવામાં આવશે. ટોલ ફ્રી નં. ૧૯૬૨, વનવિભાગની હેલ્પલાઈન ૯૯૦૯૭૩૦૦૩૦ ઉપરાંત ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સએપ હેલ્પલાઈનમાં પણ Hi ટાઈપ કરતા જ સંબંધિત સંસ્થાઓ, રેસ્ક્યુ ટીમની વિગતો મળી રહેશે. કરૂણા એપ પર સમગ્ર અભિયાનની કામગીરીનું વનવિભાગ દ્વારા મોનિટરીંગ કરાઈ રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  Surat: RTO-સુરત દ્વારા નેશનલ સેફટી મંથ અંતર્ગત વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા ૧૫૦૦ નેક સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ

              યુવાનો અને બાળકોના પંતગ ઉડાવવાના ઉત્સાહમાં ઉતરાયણ પર્વે આકાશમાં મુકતપણે વિહાર કરતા પક્ષીઓ દોરીથી ઘાયલ થવાના તેમજ મૃત્યુ પામવાના અનેક બનાવો બનતા હોય છે તેવા સમયે હેલ્પલાઈન નંબરો પર કોલ કરીને વધુમાં વધુ પક્ષીઓને બચાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે એફ.એમ. રેડિયોમાં જિંગલ્સ, બોર્ડ-બેનરો, હોર્ડિંગ્સ, સ્કુલોમાં બાળકોને જાગૃત્ત કરવા નાટકો, વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા હોવાનું ઉમેર્યું હતું. 

.Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
PM Modi Cooperative Reforms: ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે રાજગરી દૂધ ઉત્પાદક સહકારી મહિલા મંડળી લિ.ના મહિલા સભાસદોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા લખ્યા પોસ્ટકાર્ડ
Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Exit mobile version