Site icon

Surat Urban Forest: સુરતવાસીઓને મળ્યું નવું નજરાણું, ડુમસ બીચ નજીક મિયાવાકી પદ્ધતિથી બનાવાયું ‘નગરવન’ ; જાણો ખાસિયત

Surat Urban Forest: સુરતનું પ્રથમ 'નગરવન'  વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે

Surat Urban Forest Surat residents got a new gift, 'Urban Forest' built using Miyawaki method near Dumas Beach

Surat Urban Forest Surat residents got a new gift, 'Urban Forest' built using Miyawaki method near Dumas Beach

News Continuous Bureau | Mumbai
Surat Urban Forest: સુરતના ડુમસના દરિયાકિનારે ગુજરાતનું પ્રથમ ‘નગરવન’  આકાર પામ્યું છે. આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે. 5.5 લાખથી વધુ વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટી સાથેનો આ હરિયાળો પ્રદેશ સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. તો ચાલો જઈએ સુરત અને દરિયાકાંઠે વિસ્તરેલા નગરવનનો નજારો માણીએ.
શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વનવિભાગે  એક નવતર પગલું ભર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી, સુરતમાં પ્રથમ ‘નગરવન’ વિકસાવવામાં આવ્યું છે. ડુમસ બીચ નજીક 4.50 હેક્ટર  વિસ્તારમાં ફેલાયેલું આ નગરવન રૂ.1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ નગરવનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે. 

આ સમાચાર પણ વાંચો:  Ahmedabad Millet Festival: રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદીઓએ કરી મોજ, ૧૦૫ સ્ટોલ્સમાંથી આટલા લાખની ખરીદી કરી

ડુમસ દરિયાકિનારે  મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ નગરવન બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રજાતિઓના 5.5 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ નગરવનમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ પણ જોવા મળશે. અહીં મરીન લાઈફનો પરિચય કરાવવા માટે એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community
Surat Urban Forest:   અહીં સ્થાનિક સમુદાયને રોજગારી પૂરી પાડવા માટે લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર પણ બનાવાયું છે.  નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિકમુક્ત વિસ્તાર તરીકે વિકસાવાયું છે. લોકોમાં આ વિસ્તારનું મહત્ત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે. આ પહેલ ફક્ત મનોરંજન માટે નથી, પરંતુ શહેરી લોકોને વન અને પર્યાવરણની નજીક લાવવા એક નોંધપાત્ર પ્રયાસ પણ છે. 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 
fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version