Mohammed Murtaza Vania: ૧૦૦% શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં રાઈફલ શુટીંગમાં સુરતના મોહમ્મદ વાનિયાની માસ્ટરી

Mohammed Murtaza Vania: મોહમ્મદ વાનિયાએ રાઈફલ શુટીંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર ૧૧ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ જીત્યા

Surat's Mohammad Vania's mastery in rifle shooting despite being 100% hearing impaired

News Continuous Bureau | Mumbai

Mohammed Murtaza Vania: વિશ્વના સૌથી યુવા દેશ તરીકે ઓળખાતા ભારતે અનેક ખ્યાતનામ ખેલાડીઓને જન્મ આપ્યો છે, જે ખેલજગતમાં દેશનું ગૌરવ વધારવા માટે અવિરત મહેનત કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘યંગ ઈન્ડિયા’ને ‘ખેલો ઇન્ડિયા’ થકી પ્રેરણા આપી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે શરૂ કરેલા ‘ખેલમહાકુંભ’ રમતોત્સવનો ઉદ્દેશ રાજ્યના ખૂણે-ખૂણે છુપાયેલી રમતગમતની પ્રતિભાઓને ઉજાગર કરવાનો હતો. આ પરંપરાને આગળ વધારીને રાજ્ય સરકાર રમતગમતને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. આવી જ એક વિરલ સ્પોર્ટ્સ પ્રતિભા છે સુરતના બેગમપુરા વિસ્તારના મોહમ્મદ મુર્તુઝા વાનિયા.. જે ૧૦૦% શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં પોતાના હિંમતભર્યા પ્રયત્નોથી રાઈફલ શુટીંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. માતા-પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં ૧૧ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગત ઓગસ્ટ-૨૦૨૪માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શુટીંગ ચેમ્પિયનશીપમાં ૧૦૦ મીટર એર રાઈફલ મિક્સ ટીમ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં એક સિલ્વર તથા ઈન્ડ્યુવિઝલ ઈવેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.. મોહમ્મદની સફળતાને બિરદાવી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી.

Join Our WhatsApp Community

Surat's Mohammad Vania's mastery in rifle shooting despite being 100% hearing impaired

દિવ્યાંગ ખેલાડી મોહમ્મદ વાનિયા સંઘર્ષગાથા વર્ણવતા કહે છે કે, જન્મથી જ ૧૦૦% શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં મારા માતા-પિતાએ ક્યારેય મને આ શારીરિક ક્ષતિનો અહેસાસ થવા દીધો નથી. માતા-પિતાની હુંફથી હું એક સામાન્ય બાળકની જેમ જ ઉછર્યો છું. હું ભારતનું પ્રતિનિધિત્વ મારા માટે ગર્વની ક્ષણ છે. ધો.૧૨ કોર્મસના અભ્યાસની સાથોસાથ ૧૦૦ મીટર એર રાઈફલ શુટિંગ કરવા સાથે વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યો છું એમ જણાવી મતગમતના ક્ષેત્રમાં અને ખાસ કરીને રાઈફલ શુટીંગમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મોહમ્મદ જણાવે છે કે, દિવ્યાંગતાના કારણે ઘણી રમતો મારા માટે મર્યાદિત હતી, પરંતુ પરિવારની પ્રેરણાથી મેં રાઈફલ શુટીંગમાં રસ લેવાનું શરૂ કર્યું, જે મને ખૂબ જ યોગ્ય લાગ્યું. તાપી જિલ્લામાં પ્રેક્ટિસ શરૂ કરવાથી લઈને છેલ્લા ચાર વર્ષમાં રાઈફલ શુટીંગમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :Heart Attack News: 8 વર્ષની બાળકીને સ્કૂલમાં આવ્યો હાર્ટ એટેક, 49 સેકન્ડમાં માસુમ ઢળી પડી, CCTV આવ્યા સામે..

મોહમ્મદ દિવ્યાંગ હોવાથી અભ્યાસને ન્યાય આપી શકતો ન હતો. પરંતુ તે બાળપણથી જ રમતગમતમાં આગવું પ્રદર્શન કરતો હતો: પિતા મુર્તુઝા વાનિયા

દિવ્યાંગ ખેલાડી મોહમ્મદના પિતા મુર્તુઝા વાનિયાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “બાળપણથી શ્રવણશક્તિની સમસ્યાને કારણે અમને મોહમ્મદનું ભાવિ અત્યંત પડકારજનક ભાસતું હતું. તેથી અમે નક્કી કર્યું કે, હિંમતથી પડકારોનો સામનો કરતા શીખવીશું અને સ્વનિર્ભર બનાવવા બાળપણથી જ તૈયાર કરીશું. દિવ્યાંગ હોવાથી અભ્યાસને ન્યાય આપી શકતો ન હતો. પરંતુ તે રમતગમતમાં આગવું પ્રદર્શન કરતો હતો. કોઈ પણ રમતમાં ભાગ લેતો ત્યારે જીત સાથે પરત આવતો હતો.
અમે મોહમ્મદ માટે એવી રમત શોધવા લાગ્યા જે તે માટે તેની દિવ્યાંગતાને અનૂકુળ હોય અને સરળતાથી આગળ વધી શકે. ઘણા પ્રયાસો કર્યા, પણ મહત્તમ રમતોમાં તેની દિવ્યાંગતાથી સમસ્યાઓ ઉભી થતી. સાંભળવાના મશીન પર અસર થતી હોઈ તે કોઈ રમતોમાં ફીટ થતો ન હતો. એક દિવસ તેણે રાઈફલ શુટીંગમાં રસ દેખાડ્યો, અને તે રમત તેના માટે યોગ્ય છે એવું જણાયું. અમે તેની પ્રેક્ટિસ માટે ટાઈલ બેસ પર એક મહિના સુધી ટ્રેનિંગ અપાવી. તેની મહેનત અને ઉત્સાહના પરિણામે પહેલા જ પ્રયાસમાં તે ભાવનગરમાં યોજાયેલી શુટીંગ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીતી આવ્યો. ત્યાંથી જ તેની શુટીંગની સફર શરૂ થઈ, અને પછી ધીમે ધીમે તેને સફળતા મળતી ગઈ. મોહમ્મદ માટે જે રમતની શોધ અમે કરતા હતા, તે હવે રાઈફલ શુટીંગના રૂપમાં મળી. આજે તે મેડલો જીતીને રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યો છે. પુત્ર અમારા સપનાઓ સાકાર કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :Donald Trump Oath: ટ્રમ્પે પોતાના કટ્ટર હરીફ જિનપિંગને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું, તો પછી તેઓ પોતાના મિત્ર મોદીને કેમ ભૂલી ગયા?, જાણો શું છે કારણ

પુત્રએ અમારી મહેનત અને ત્યાગનું સકારાત્મક ફળ આપ્યું છેઃ માતા રઝીયા વાનિયા

માતા રઝિયાબહેને ભાવુક થતા જણાવ્યું કે. મોહમ્મદના જન્મના સાત મહિના બાદ દિવ્યાંગ હોવાની જાણ થઈ, જે અમારા આઘાતજનક હતું. તેના ભવિષ્યની ચિંતા સતત સતાવતી હતી. મોહમ્મદના પિતાએ મને હિંમત આપી અને સમજાવ્યું કે, આપણે મોહમ્મદને નોર્મલ જીવન આપવાનો પ્રયાસ કરવો જોઈએ. જેથી તેને શારિરિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવામાં કઈ જ કસર છોડીશું નહીં એવું નક્કી કર્યું હતું. તે ચાર વર્ષનો થતા ઈમ્પ્લાન્ટ કરાવ્યુ અને સતત થેરાપી અપાવી. ઈમ્પ્લાન્ટનું યોગ્ય પરિણામ મળે એ માટે દર અઠવાડિયે અમે મુંબઈ જતાં અને મોહમ્મદને સાંભળીને વાત કરવા માટે ટ્રેનિંગ અપાવતા. આ માટે ચાર વર્ષ સુધી અમે મુંબઈ જતા હતા.
પુત્રની સંભાળ માટે શિક્ષિકાની નોકરી પણ છોડી દીધી. તેનો યોગ્ય ઉછેર થાય એને પ્રાથમિકતા આપી મારી તમામ શક્તિ એની પ્રગતિ માટે સમર્પિત કરી દીધી. આજે જ્યારે હું મોહમ્મદને ભારતનું સમ્માનજનક જેકેટ પહેરીને દેશ માટે રમતા જોઉ છું, ત્યારે મારા ગૌરવની કોઈ હદ રહેતી નથી.આજે મોહમ્મદ પોતાની દિવ્યાંગતાને ઓળંગીને રમતગમતમાં સતત આગળ વધી રહ્યો છે.
. . . . . . . . . . . . . . .
(ખાસ લેખઃમેહુલ વાંઝવાલા)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Exit mobile version