News Continuous Bureau | Mumbai

Surat: સુરતના પવન કુમારે અંડર-૧૭ અને અંડર-૧૯ ક્વોલિફાઇંગ રાઉન્ડ જીત્યા

Surat: ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશના ઓફ સુરતના ઉપક્રમે 20થી 23મી જૂન દરમિયાન યોજાયેલી તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતના પવન કુમારે પ્રથમ દિવસે અંડર-૧૭ અને અંડર-૧૯ કેટેગરીમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ જીતી લીધા હતા.

 News Continuous Bureau | Mumbai

Surat: ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ( Gujarat State Table Tennis Association ) નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશના ઓફ સુરતના ઉપક્રમે 20થી 23મી જૂન દરમિયાન યોજાયેલી તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતના પવન કુમારે ( Pawan Kumar ) પ્રથમ દિવસે અંડર-૧૭ અને અંડર-૧૯ કેટેગરીમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ જીતી લીધા હતા.  

Join Our WhatsApp Channel

                   અંડર-17 કેટેગરીમાં સ્થાનિક ખેલાડી પવન કુમારે ભાવનગરના ચિરાગ ડાભીને 3-0થી હરાવ્યો હતો જ્યારે અંડર-19 ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ( qualifying round ) તેણે રાજકોટના પવન દેત્રોજાને પણ સીધી ગેમમાં હરાવ્યો હતો.

                    ત્રીજી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના( Gujarat State Ranking Table Tennis Tournament ) ઉદઘાટન સમારંભમાં સુરતના સાંસદ શ્રી મુકેશ દલાલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ પૂર્વેશ જરીવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીએસટીટીએના પ્રમુખ અને ટીટીએફઆઈના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રમોદ ચૌધરી પણ હાજર રહ્યા હતા.

Surat's Pawan Kumar wins U-17 and U-19 qualifying rounds in table tennis

Surat’s Pawan Kumar wins U-17 and U-19 qualifying rounds in table tennis

આ સ્પર્ધાના મેનેજર હરિ પિલ્લાઈ છે તથા ચીફ રેફરી તરીકે બી એસ વાઘેલા સેવા આપી રહ્યા છે.

                  સમગ્ર ગુજરાતમાંથી ( Gujarat ) આ ટુર્નામેન્ટમાં વિવિધ ૧૨ કેટેગરીમાં ૫૬૩ ખેલાડી ભાગ લઈ રહ્યા છે અને તેમાં કુલ ૧.૪૦ લાખની ઇનામી રકમ રાખવામાં આવી છે.

Surat: કેટલાક પરિણામો

અંજર-17 બોયઝ ક્વોલિફાઈંગઃ દક્ષ ખેરાડી જીત્યા વિરુદ્ધ કહાન ગોહેલ  11-,11-9,11-5; હિતાર્થ જોશી જીત્યા વિરુદ્ધ સમર્થ ધિમ્મર 11-5,11-6,11-4; હુસૈન ગોધરાવાલા જીત્યા વિરુદ્ધ માનવ શાહ 11-3,11-4,11-2; વિવાનસિંહ ઘારિયા જીત્યા વિરુદ્ધ કર્તવ્ય સિંઘ 11-5,11-9,11-8; કહાન દોરીવાલ જીત્યા વિરુદ્ધ દર્શિલ કુકાના 11-5,11-2,11-4; પવન કુમાર જીત્યા વિરુદ્ધ ચિરાગ ડાભી 11-6,11-3,11-6; નબ્ય કેજરીવાલ જીત્યા વિરુદ્ધ ધ્યાન વસાવડા 9-11,12-10,14-12,5-11,11-8; શિવમ દધાનિયા જીત્યા વિરુદ્ધ  અહાદલી કાઝી 10-12, 11-4, 9-11, 11-9,11-4.

આ સમાચાર  પણ વાંચો :  International Yoga Day: પ્રધાનમંત્રી કાર્યાલયે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

            અંડર-19 બોયઝ ક્વોલિફાઈંગ રાઉન્ડઃ ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ આદિત્ય બ્રહ્મભટ્ટ 11-2,11-4,11-5; કહાન દોરીવાલા જીત્યા વિરુદ્ધ હેત ઠક્કર 11-8,9-11,11-9,8-11,11-5; યુગ પ્રતાપ સિંઘ જીત્યા વિરુદ્ધ શાન મિશ્રા 11-4,11-3,11-6; પવન કુમાર જીત્યા વિરુદ્ધ પવન દેત્રોજા 11-6,-11-6,11-7; સુમિત નાયર જીત્યા વિરુદ્ધ  નીવ ખિવેસારા 11-5,11-9,9-11,11-8;  યશ મકવાણા જીત્યા વિરુદ્ધ મૈતિક વકીલ 4-11,11-9,11-5,11-3; જેનીલ પટેલ જીત્યા વિરુદ્ધ મંથન સિસોદિયા 11-6, 6-11,11-5,11-4.

Surat’s Pawan Kumar wins U-17 and U-19 qualifying rounds in table tennis

મેન્સ ક્વોલિફાઇંગઃ હર્ષ પટેલ જીત્યા વિરુદ્ધ યાહ્યા હંસ 11-2,11-5,11-7; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ ચિંતન ઓઝા 11-5,11-9,11-8; ઓમ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ પ્રતીક પટેલ 11-6,11-7,11-8; દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ  નીશિત ચૌહાણ 11-8,11-4,13-11; ભાવિન દેસાઈ જીત્યા વિરુદ્ધ દિવ્યમ જૈન 11-8,12-10,11-7; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ યથાર્થ કેડિયા 10-12,11-4,11-4,11-5; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ વિવાનસિંહ ઘારિયા 11-6,11-6,11-6; ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ  વેદ પંચાલ 11-9,11-5,11-9; જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ હિતાર્થ જોશી 11-7,7-11,11-7,11-5

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Spain wins Football World Cup after 16 years સ્પેને ૧૬ વર્ષ બાદ જીત્યો ફૂટબોલ વર્લ્ડ કપ, રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક વિજય મેળવીને રચ્યો નવો ઇતિહાસ
PV Sindhu Japan Open Final પીવી સિંધુનો જાપાન ઓપન ફાઈનલમાં પ્રવેશ, ચીનની ચેન યુફેઈને આપી મ્હાત
Novak Djokovic Wimbledon 1035 દિવસ, 11 ગ્રાન્ડ સ્લેમ અને 2 ફાઈનલ, છતાં જોકોવિચની 25મી ટાઈટલની પ્રતીક્ષા યથાવત!
Skydiving at 18,000 feet ઉંમર માત્ર આંકડો છે! ૮૦ વર્ષીય દાદાએ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી કરી સ્કાયડાઈવિંગ
Exit mobile version