Site icon

Surat: સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-SVNIT અને સૂચિ સેમિકોન પ્રા.લિ. વચ્ચે સેમિકન્ડકટર ક્ષેત્રમાં સહયોગ માટે એમ.ઓ.યુ.

Surat: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) અને સૂચિ સેમિકોન પ્રા.લિ. વચ્ચે સેમિકન્ડકટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગ અને સંયુક્ત સંશોધન માટે એમ.ઓ.યુ. કરાયા છે.

Surat's Sardar Vallabhbhai National Institute of Technology-SVNIT and List Semicon Pvt. Between MoU for cooperation in semiconductor sector.

Surat's Sardar Vallabhbhai National Institute of Technology-SVNIT and List Semicon Pvt. Between MoU for cooperation in semiconductor sector.

News Continuous Bureau | Mumbai

Surat:  સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ( SVNIT ) અને સૂચિ સેમિકોન પ્રા.લિ. વચ્ચે સેમિકન્ડકટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગ અને સંયુક્ત સંશોધન માટે એમ.ઓ.યુ. કરાયા છે. જેમાં SVNITના ડિરેકટર પ્રો.અનુપમ શુક્લા અને સુચિ સેમિકોનના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અશોક મહેતાએ  MoU-સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને સંસ્થાઓના ફેકલ્ટી, વહીવટી સ્ટાફ, વિભાગો અને સંશોધન સંસ્થાઓ વચ્ચે સીધો સંપર્ક અને સહયોગ વધારવા માટેની વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

                 MoU અંતર્ગત જ્ઞાન વિનિમય, સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓ, પરિષદો અને સેમિનાર્સ, SVNIT ખાતે અર્ધચાલક ડિઝાઇન, પેકેજિંગ અને પરીક્ષણ માટેના એક સેન્ટર ઓફ એકસેલન્સની રચનાનું આયોજન છે. 

આ સમાચાર પણ વાંચો : Kotak Mahindra: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

             સુચિ સેમિકોન ( Suchi Semicon ) ગુજરાતનો પ્રથમ સેમિકન્ડકટર ( Semiconductor Technology ) OSAT પ્લાન્ટ હશે, જેનું લક્ષ્ય પ્રતિ દિવસ ૩ મિલિયન પીસના ઉત્પાદનનો છે. આગામી વર્ષોમાં સુચિ સેમિકોનમાં ૮૦૦થી વધુ રોજગારીની નવી તકો ઉભરશે. SVNIT સાથે સહકારમાં, સુચિ સેમિકોન એવા કોર્ષ તૈયાર કરશે જે વિદ્યાર્થીઓને સેમિકન્ડકટર ઉદ્યોગ વિશે વધુ શીખવામાં મદદ કરશે. SVNIT કેમ્પસમાં સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ કરાશે. તા.૨જી, જુલાઈ- ૨૦૨૬ સુધી MoU કરવામાં આવ્યા છે. અને કરાર હેઠળ કરવામાં આવેલા કાર્યોની સમીક્ષાના આધારે વધુ બે વર્ષ માટે નવીનીકરણ શક્ય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version