Site icon

Suvali Beach : સુરત નજીક આવેલા સુવાલી દરિયા કિનારે આ તારીખ દરમિયાન યોજાશે ‘બીચ ફેસ્ટિવલ’

Suvali Beach : બીચ ફેસ્ટિવલમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.

Suvali Beach Beach Festival at Suvali Seaside from 24th to 25th February

Suvali Beach Beach Festival at Suvali Seaside from 24th to 25th February

News Continuous Bureau | Mumbai 

Suvali Beach :

Join Our WhatsApp Community

 દરિયાકિનારા ( beach ) ના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસન ને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત ( Gujarat )  પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૨૪ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન સુરત ( Surat )  નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બે દિવસીય બિચ ફેસ્ટિવલ ( Beach Festival ) યોજાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે સુરત સર્કિટ હાઉસ ખાતે આ સંદર્ભે બેઠક યોજી પૂર્વતૈયારીઓ અને સુચારૂ આયોજન અંગે જુદા-જુદા વિભાગોને કામગીરીના દિશાનિર્દેશ આપ્યા હતા. બિચ ફેસ્ટિવલને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

           બીચ ફેસ્ટિવલમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra News: મહારાષ્ટ્રના આ શહેરમાં આવ્યું મચ્છરોનું વાવાઝોડું ! પ્રશાસન તંત્ર થયું દોડતું, જુઓ ચોંકાવનારો વીડિયો

           અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા વિવિધ ફેસ્ટિવલની ઉજવણીની પરંપરા રહી છે, ત્યારે સુવાલીમાં પણ અવારનવાર બિચ ફેસ્ટિવલ યોજવામાં આવે છે. અહીં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચરસ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ ઉપલબ્ધ હશે. બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન છે. એકંદરે આ સમગ્ર ફેસ્ટિવલ આબાલ-વૃદ્ધ સૌને ગમી જાય તેવો પ્રયાસ છે.

            આ બેઠકમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, નાયબ કલેકટર પાર્થ તલસાણીયા, ચોર્યાસી મામલતદારશ્રી નિરવ પારિતોષ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કિરણ પારધી, ચોર્યાસી તલાટી કમ મંત્રીશ્રી, સર્કલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version