News Continuous Bureau | Mumbai
Surat: ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ઘડવા ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સુરત રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ યોજના અમલમાં છે. જ્યાં તાલીમ માટે પસંદ થયેલા ઉમેદવારોને 30 દિવસ માટે વિના મૂલ્યે રહેવા, જમવાની સુવિધા સાથે લેખિત અને શારીરિક કસોટી અંગે પ્રશિક્ષણ સાથે સ્ટાઈપેન્ડ ચૂકવામાં આવે છે. આ તાલીમમાં જોડાવા માટે ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષની વય મર્યાદા તેમજ ધો.૧૦(SSC- ૪૫%)પાસ, ધો.૧૨(HSC- ૫૦%)ની શૈક્ષણિક લાયકાત સાથે વજન ૫૦ કિલો, ઉંચાઇ ૧૬૮ સે.મી. છાતી(ચેસ્ટ) ફૂલવો ૭૭ થી ૮૨ સે.મિ ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે.
નિવાસી તાલીમ વર્ગમાં ( Training Scheme ) જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ ( Indian Army ) માર્કશીટ, સ્કુલ એલ.સી, જાતિનો દાખલો, આર્મી ભરતી ( Army Recruitment ) રેલી માટે કરેલ ઓનલાઈન અરજીનો આધાર પુરાવો, ૨ પાસપોર્ટ ફોટોગ્રાફ, ડોમિસિયલ સર્ટીફિકેટ, રોજગાર કચેરીમાં નામ નોંધણી પ્રમાણપત્ર કાર્ડ, આધાર કાર્ડ, બેન્કની પાસબુક સહિતના પ્રમાણપત્રો સાથે તા.૨૧/૦૮/૨૦૨૪ના સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, સી વિંગ-૫મો માળ, બહુમાળી, સુરત ખાતે રૂબરૂ સંપર્ક કરવા મદદનીશ નિયામક(રોજગાર), સુરતની યાદીમાં જણાવાયું છે
આ સમાચાર પણ વાંચો: Arvind Kejriwal Bail: અરવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો, સુપ્રીમ કોર્ટે ન આપ્યા વચગાળાના જામીન; તપાસ એજન્સીને ફટકારી નોટિસ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
