Sadhan Sahay Yojana Surat: આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ, સુરતના આદિવાસી ખેડૂતોને આ યોજનાનો લાભ મળતા ખેતીમાં થઇ રાહત.

Sadhan Sahay Yojana Surat: માંડવી તાલુકાના વાંકલા ગામના આદિવાસી ખેડૂતને મંડપ સહાયથી ખેતીમાં નવી રાહત, વાંકલા ગામના આદિવાસી ખેડુત અશ્વિનભાઇ ચૌધરીએ વેલાવાળા શાકભાજી માટે મંડપ સાધન સહાય યોજનો લાભ મેળવ્યો. “સરકારની સહાયથી મંડપ બાંધ્યા બાદ ટીંડોળાની ખેતીમાં ઉત્પન્ન મોલ વધુ મળ્યો, અને બજારમાં સારી કિંમત પણ મળી.”: જૈવિક પદ્ધતિથી ખેતી. ગુજરાત આદિજાતિ વિકાસ કોપોરેશન થકી વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજનાનો લાભ મળતા ખેતીમાં રાહત થઇ. સહાય મેળવનાર અશ્વિનભાઈ ચૌધરીના પુત્ર અનિકેતભાઈ

News Continuous Bureau | Mumbai

Sadhan Sahay Yojana Surat:   આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આદિવાસી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વધારો થાય અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આદિજાતિ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવી શકે તેવા હેતુસર ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ( Gujarat Government ) દ્વારા શાકભાજી માટે મંડપ બનાવવા સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના  આદિવાસી ખેડૂત અશ્વિનભાઈ ચૌધરીએ આ સહાય યોજનાનો લાભ લીધો છે, જેના કારણે હવે તેમની ખેતી વધુ સુગમ બની છે.

Join Our WhatsApp Community

               શાકભાજીના મંડપ સહાયના લાભાર્થી અશ્વિનભાઈ ચૌધરીના પુત્ર અનિકેતભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “અમારો પરિવાર પેઢીદર પેઢી ખેતી સાથે સંકળાયેલો છે અને ખેત ઉત્પાદન જ ગુજરાનનું મુખ્ય સાધન છે. હાલ અમે ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરીને શાકભાજીની જૈવિક ખેતી કરી રહ્યા છીએ, જેનાથી સારી આવક થાય છે.”

the tribal farmers of Surat got relief in agriculture by getting the benefit of Sadhan Sahay Yojana Surat

the tribal farmers of Surat got relief in agriculture by getting the benefit of Sadhan Sahay Yojana Surat

             વધુમાં તેમણે કહ્યું કે, માંડવી પ્રયોજના કચેરીએથી વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજના વિશે જાણકારી મળી.પાકમાં વધારો થાય તેવા આશયથી ઓનલાઇન ફોર્મ ભર્યું.જેથી ટુંક જ સમયમાં મંડપ બનાવવા માટે પ્રથમ હપ્તે રૂ.૮,૭૩૬ પ્રાપ્ત થયા, જેના આધારે મંડપ તૈયાર કરીને ટીંડોરાની ખેતી શરૂ કરી.ત્યારબાદ થોડા સમયમાં બીજા હપ્તે રૂ.૨૯૧૨ અને ત્રીજો હપ્તે રૂ.૨૯૧૨ મળી કુલ રૂ.૧૪,૫૬૦ પ્રાપ્ત થયા.

        અનિકેતભાઈએ વધુમાં જણાવ્યું કે, “મંડપ વિના અમારે નરમ શાકભાજી, જેમ કે ટીંડોળા અથવા કોળા જેવી ખેતી કરવી મુશ્કેલ હતી. હવામાન પરિવર્તન અને અતિશય તાપમાનને કારણે પાક ઓછો થતો અને ક્યારેક નુકસાન પણ થતાં.પણ હવે મંડપથી પાકનું રક્ષણ થાય છે, અને તેનું ઉત્પાદન વિપુલ માત્રામાં વધી રહ્યું છે. સરકારની સહાયથી મંડપ બાંધ્યા બાદ ટીંડોળાની ખેતીમાં ઉત્પન્ન મોલ વધુ મળ્યો, અને બજારમાં સારી કિંમત પણ મળી.”

આ સમાચાર પણ વાંચો:  Cabinet Rail Project: ગંગા નદી પર કનેક્ટિવિટી પ્રદાન કરવા નવા રેલ-કમ-રોડ પુલ સહિત આ પ્રોજેક્ટના નિર્માણને કેબિનેટની મંજૂરી, ખર્ચશે રૂ. 2,642 કરોડ.

         અનિવાર્ય અડચણો બાદ આદિવાસી ખેડુતો ( Tribal farmers ) માટે આવી યોજનાઓ જીવનમાં મોટું બદલાવ લાવી રહી છે. અશ્વિનભાઈના પરિવાર માટે આ યોજના એક નવી આશા બની છે, જેનાથી તેઓને ખેતી વ્યવસાય ( Farming business ) વધુ ફળદાયી લાગ્યો છે.તેમનો પરિવાર કહે છે કે, “હવે અમારું લક્ષ્ય વધુ પ્રકારની શાકભાજીની ખેતી કરી વ્યાપાર વિસ્તૃત કરવાનો છે”.

the tribal farmers of Surat got relief in agriculture by getting the benefit of Sadhan Sahay Yojana Surat

Sadhan Sahay Yojana Surat:    સરકારની સહાયથી સુરક્ષિત ભવિષ્યની દિશામાં પ્રગતિ:

       આમ, સરકારની આદિજાતિ વિકાસ યોજના નાના ખેડુતો માટે વિકાસ અને આત્મનિર્ભરતાનો પાયો પૂરવામાં સફળ થઇ છે. મંડપ જેવી જ નાની પરંતુ ઉપયોગી સહાયોથી ખેતી ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ સર્જાઈ છે, જે ખેડૂતોને માળખાકીય સહાય પૂરતી આપે છે અને જીવનધોરણ સુધારે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version