Organic Farming: પલસાણા તાલુકાના અંભેટી ગામના આ ખેડૂતને પ્રાકૃતિક ખેતી ફળી, ખેતી ખર્ચમાં થયો ઘટાડો થતા થઈ મોટી આર્થિક બચત.

Organic Farming: પલસાણા તાલુકાના અંભેટી ગામના જતીનભાઈ પટેલને પ્રાકૃતિક ખેતી ફળી: ખેતી ખર્ચ, રાસાયણિક ખાતર, દવાના ખર્ચમાં ઘટાડો થતા થઈ રહી છે મોટી આર્થિક બચત. ગૌ માતા પ્રત્યેના પ્રેમ અને ગૌસેવાની ભાવના જતીનભાઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ દોરી ગયા. ‘જે પાળે ગાય એની ગરીબી જાય’ કહેવતને સાર્થક કરતા જતીનભાઈ પટેલ. ૨૦૧૬ના પોતાના જન્મદિવસથી પ્રત્યેક જન્મદિને એક ગાય ખરીદીને પાળવાનો કર્યો હતો સંકલ્પ: આજે તેમની ગૌશાળામાં ૧૩ વાછરડા-વાછરડી સહિત ૩૩ ગાયો મળી કુલ ૪૩ ગૌવંશ છે. ગાય ગુણોનો ભંડાર છે, તેના ઘી-દૂધથી આરોગ્ય સચવાય છે: ગૌમૂત્ર અને ગોબરથી જમીન ફળદ્રુપ બને છે: જતીનભાઈ પટેલ.

News Continuous Bureau | Mumbai

Organic Farming:  ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિની સોગાદ આપી રહી છે. ખેડૂતોના ( Gujarat farmers ) જીવન બદલનારી આ ખેત પદ્ધતિએ રાજ્યમાં વેગ પકડ્યો છે. સુરત ( Surat ) જિલ્લાના પલસાણા તાલુકાના અંભેટી ગામના જતીનભાઈ બાળપણથી જ ગૌપ્રેમી છે. ગૌપ્રેમથી પ્રેરાઈને યુવાનવયે જ ગૌપાલન શરૂ કર્યું હતું. એવામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના સારા પરિણામો જોવા મળતા ગૌ માતા પ્રત્યેના પ્રેમ અને ગૌસેવાની ભાવના જતીનભાઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ દોરી ગયા. રાસાયણિક ખાતર, દવાનો ત્યાગ કરી વર્ષ ૨૦૧૬માં તેમણે પોતાની ૨૨ વીઘા જમીનમાં ગાય આધારિત ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી શરૂ કરી.  

Join Our WhatsApp Community
This farmer of Ambheti village of Palsana taluka has benefited from natural farming, reducing the cost of farming and saving a lot of money.

This farmer of Ambheti village of Palsana taluka has benefited from natural farming, reducing the cost of farming and saving a lot of money.

 

            ૨૦૧૬ માં તેમણે સંકલ્પ કર્યો કે ૨૦૧૬ના પોતાના જન્મદિવસથી પ્રત્યેક જન્મદિને એક ગાય ( Cow husbandry ) ખરીદીને પાળીશ. એટલે જ તેઓ દર વર્ષે જન્મદિને એક ગીર ગાય ખરીદે છે, પરિણામે આજે તેમની ગૌશાળામાં ૧૩ વાછરડા-વાછરડી સહિત ૩૩ ગાયો મળી કુલ ૪૩ ગૌવંશ છે. જેમના છાણમૂત્રમાંથી જીવામૃત બનાવી પોતાના ખેતરમાં જ વપરાશ કરે છે. પરિણામે ખેતી ખર્ચ, રાસાયણિક ખાતર, દવાના ખર્ચમાં ઘટાડો થતા મોટી આર્થિક બચત થઈ રહી છે.

             પ્રગતિશીલ ખેડૂત જતીનભાઈ શેરડી, આંબા, જમરૂખ, ચીકુ, રામફળ, સીતાફળ, જાંબુ, સરગવો, શેતુર, પનાસની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. નવા જમાનાની નવી ખેતી કરીશું તો પરંપરાગત ખેતી કરતા ઓછો ખર્ચ થશે અને સરવાળે નફો પણ વધશે એવી માન્યતા ધરાવતા જતીનભાઈ ગૌસેવાના શોખને તો પૂર્ણ કરી જ રહ્યા છે, સાથોસાથ પ્રાકૃતિક કૃષિથી જમીન સંરક્ષણમાં યોગદાન આપી રહ્યા છે તેમજ ઉત્તમ ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનો, ફળફળાદિ, શાકભાજી મેળવી રહ્યા છે.     

This farmer of Ambheti village of Palsana taluka has benefited from natural farming, reducing the cost of farming and saving a lot of money.

                      જતીનભાઈએ જણાવ્યું કે, રાસાયણિક ખેતી ( Chemical farming ) કરતો હતો ત્યારે ખેતીમાં ખર્ચ વધતો હતો, તેમ છતાં ઉત્પાદન વધુ થશે તો આવક વધુ મળશે એવી લાલચમાં વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો હતો. પરંતુ આત્મા પ્રોજેકટ અંતર્ગત મેં ૭ દિવસની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી. ત્યારબાદ ઘરે દેશી ગાય લાવી તેના છાણ અને ગૌમૂત્રમાંથી જીવામૃત, નિમાસ્ત્ર, બીજામૃત બનાવી ખેતીમાં ઉપયોગ ચાલુ કર્યો હતો. ગાયની સારી જાતનું સંવર્ધન કરવું તે મારો વધુ એક ઉદ્દેશ છે. હાલ હું ૧૮ વિઘા જમીનમાં ગાય આધારિત ખેતી કરે છે અને ૧ એકર જેટલી જગ્યામાં ગૌશાળા ચલાવે છે. મારી ગૌશાળામાં બધી જ ગીરગાય છે. ઘણા ખેડૂતો પાસેથી નફાકારક ઝીરો બજેટની ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી શીખવા આવે છે. તેમને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરૂ છું.

              તેઓ કહે છે કે, પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજીનો સ્વાદ જ અલગ હોય છે, કે કોઈ વ્યક્તિ આવા ફળો અને શાકભાજીનો એકવાર સ્વાદ માણે છે, એ પછી તેને રાસાયણિક ખાતર, દવાથી પકવેલા અનાજ, ફળો, શાકભાજી પસંદ નથી આવતી.

આ સમાચાર પણ વાંચોઃ  Jan Poshan Kendra: અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીએ કરાવ્યો ‘જન પોષણ કેન્દ્ર’નો શુભારંભ , દેશનાં આ ૪ રાજ્યોમાં વાજબી ભાવની દુકાનો (FPS)સ્થાપિત કરવામાં આવશે

              મારા ખેતરમાં અગાઉ લાંબા સમયથી ચાલતી કેમિકલ આધારિત ખેતી છોડવી પહેલા તો મુશ્કેલ લાગી રહી હતી. નવી ટેકનોલોજી અપનાવવામાં મોટું જોખમ હતું. આવક ઘટવાની પણ આશંકા હતી, પરંતુ કૃષિ વિભાગના અધિકારીઓએ તેઓને માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપ્યું. ગૌપાલન સાથે પ્રાકૃતિક ખેતી કરવામાં અનેરો સંતોષ મળી રહ્યો હોવાનું તેઓ જણાવે છે. 

                ગૌપાલન અને ગાય આધારિત ખેતી અઘરી અને ખાસ વળતર આપનારી નથી એ માન્યતા ભ્રામક છે. હું ગાયોના દૂધ- ઘીની આવક મેળવું છે અને ખેતીમાં ખાતર અને જંતુનાશક તરીકે ગૌમૂત્ર અને ગોબર વાપરીને શુદ્ધ-પ્રાકૃતિક ખેતી કરું છું એમ જણાવી જતીનભાઈએ ઉમેર્યું કે, મને ગર્વ છે કે અમે ઉત્પાદિત કરતા શાકભાજી, અનાજ, ફળો શુદ્ધ, કેમિકલરહિત અને સાત્વિક છે. અંભેટીના ગ્રામજનો મારી પાસેથી શાકભાજી, ફળો, કૃષિ ઉત્પાદનો ખરીદવા આવે છે.

This farmer of Ambheti village of Palsana taluka has benefited from natural farming, reducing the cost of farming and saving a lot of money.

           તેઓ ગૌમૂત્ર અને ગોબરમાંથી હું ઘન અને પ્રવાહી જીવામૃત બનાવે છે, જે અસરકારક ખાતરનું કામ કરે છે. ગૌમૂત્રમાં આંકડો, લીમડો,ધતુરો જેવી કડવી વનસ્પતિઓ ભેળવી પ્રવાહી જીવામૃત બનાવે છે. જે અસરકારક જીવાત નિયંત્રણમાં ઉપયોગી છે. તેઓ આ અંગે વધુમાં કહે છે કે, ગાય આધારિત ખેતી એ ખર્ચ વગરની ખેતી છે. મારી ખેતીમાંથી ઘાસ ચારો મળે છે જે ગૌપાલનમાં ઉપયોગી છે તો ગાયોનું ગોબર અને મૂત્ર, ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ ઘટાડે છે. 

           ‘જે પાળે ગાય એની ગરીબી જાય’ કહેવત સમાજજીવનમાં પ્રચલિત છે. ગાય સમૃદ્ધિનું પ્રતિક છે, ત્યારે ગૌસેવાને જીવનમંત્ર બનાવનાર જતીનભાઈ દ્રઢપણે માને છે કે ગાય ગુણોનો ભંડાર છે એના ઘી-દૂધથી આરોગ્ય સચવાય છે અને ગૌમૂત્ર અને ગોબરથી જમીન સચવાય છે- ફળદ્રુપ બને છે. ગાય આધારિત ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે. ઉત્પાદન વધતાની સાથે નાણાકીય બચત થઈ રહી છે અને આવકમાં પણ વધારો થયો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચોઃ  ICC Chairman Election: શું BCCI સેક્રેટરી જય શાહ બનશે ICCના નવા બોસ? આ વ્યક્તિ રેસમાંથી બહાર; અટકળો તેજ..

Surat Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના દરમિયાન લીથોટ્રીપ્સી પધ્ધતિથી ૫૬ દર્દીઓની પથરીઓ દુર કરવામાં આવીઃ
YouthFestival2025: યુવા ઉત્સવ-૨૦૨૫–‘૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૧ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ
Shantaben Mochi: ૭૦ની ઉંમરે પણ કામમાં અડગ: સુરતની શાંતાબેન મોચી અનેક બહેનો માટે પ્રેરણારૂપ
Surat body donation: સુરતના ધોરાજીયા પરિવારે સ્વર્ગસ્થ વડીલનું દેહદાન, નેત્રદાન કર્યું
Exit mobile version