Site icon

Surat: સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ચાલુ વર્ષે ત્રણ નવી યોજના અમલી

Surat: લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૩ ઓગસ્ટ સુધી નજીકના ઇ-ગ્રામ સેન્ટર, સાયબર કાફે અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રૂબરૂમાં અરજી કરવી. નવી ત્રણ યોજનાઓમાં સહાય લેવા માટે બાગાયતી ખેડૂતો માટે સુવર્ણ તક

Three new schemes have been implemented this year for the horticultural farmers of Surat district

Three new schemes have been implemented this year for the horticultural farmers of Surat district

News Continuous Bureau | Mumbai 

Surat:  સુરત જિલ્લાના બાગાયતી ખેતી ( Horticulture ) કરતા ખેડૂતો માટે ચાલુ વર્ષે બાગાયત ખાતાની શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને ( natural agriculture ) પ્રોત્સાહન, ફળપાકોના જુના બગીચાને નવસર્જન કરવા માટેની યોજના તેમજ પપૈયા પાકમાં ફળ ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ સહિતની ત્રણ નવી યોજના અમલમાં આવી છે. જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ.૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે.  

Join Our WhatsApp Community

                ફળપાકોના જુના બગીચાને નવસર્જન ( Regenerative Gardening )  કરવા માટેની યોજના અંતર્ગત આંબા પાક માટે અંદાજિત ૩૦ વર્ષથી વધુ જુની વાડી નવીનીકરણ માટે સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૪૦,૦૦૦/હેક્ટર અને અનુ. જનજાતિના ખેડૂતોને ખર્ચના ૭૫% કે મહત્તમ રૂ. ૬૦,૦૦૦/હેક્ટર તથા લીંબુ પાકમાં અંદાજિત ૨૦ વર્ષથી વધુ જુની વાડી નવીનીકરણ માટે સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૨૫,૦૦૦/હેક્ટર અને અનુ. જનજાતિના ખેડૂતોને ખર્ચના ૭૫% કે મહત્તમ રૂ.૩૭,૫૦૦/હેક્ટર સહાય આપવામાં આવશે. 

             પપૈયા પાકમાં ફળ ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમાં પપૈયા પાકના રોપા દીઠ મહત્તમ રૂ.૫/- સહાયને ધ્યાને લઇ મહત્તમ રૂ.૧૫૦૦૦/હેકટર સહાય મળવાપાત્ર રહેશે.. આ સહાયનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર તા.૧૩/૦૮/૨૦૨૪ સુધીમાં નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, સાયબર કાફે અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરતમાં સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ સમયસર અરજી કરવી. 

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૧૬જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

            અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલા સાધનિક કાગળો ૭ દિવસમાં બાગાયત કચેરી-સુરત ( Horticulture Office-Surat )  ખાતે અચૂક જમા કરાવવા. જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. વધુ જાણકારી માટે આ કચેરીના ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવાયુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Exit mobile version