Surat: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝગામના રિક્ષાચાલક ભૂપેન્દ્રભાઈ સુરતી માટે થ્રી વ્હીલર રિક્ષા લોન યોજના બની આશીર્વાદરૂપ

Surat: ભૂપેન્દ્રભાઈ સુરતીનું નવી થ્રી-વ્હીલર રિક્ષા ખરીદવાનું સ્વપ્ન થયું સાકારઃ પોતાની માલિકીની થ્રી વ્હીલર રિક્ષા મળતા ભાડાની રિક્ષા ચલાવવામાંથી કાયમી મુક્તિ મળી. અનુસૂચિત જાતિ વિકાસ નિગમ થકી ઓછા વ્યાજદરે રૂ.૨.૫૦ લાખની લોન મળતાં પોતાના માલિકીની થ્રી વ્હીલર રિક્ષાની ખરીદી કરી. રિક્ષાની ખરીદી પર સરકારની રૂ.૫૦ હજારની સબસિડી પ્રાપ્ત થઇ. સરકારની યોજનાએ મારા જેવા અનેક નાના માણસોને નવી નક્કોર રિક્ષાના માલિક બનાવ્યા: ભૂપેન્દ્રભાઈ સુરતી

News Continuous Bureau | Mumbai

Surat: અનુસૂચિત જાતિના બાંધવોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર ( Gujarat Govt ) અથાગ પ્રયાસો કરી રહી છે, તેઓ આગળ વધી આત્મનિર્ભર બની શકે તેના માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. અનુસૂચિત જાતિ વિકાસ નિગમની થ્રી વ્હીલર લોન યોજના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝગામના ૪૭ વર્ષીય રિક્ષાચાલક ભૂપેન્દ્રભાઈ સુરતી અને તેમના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે. ઓછા વ્યાજદરે રૂ.૨.૫૦ લાખની લોન મળતાં પોતાના માલિકીની થ્રી વ્હીલર રિક્ષા ( Auto Rickshaw ) ખરીદવાનું સ્વપ્ન સાકાર થયુ હતું. જેથી તેમના અને પરિવારજનોના ચહેરા પર ખુશાલી સમાતી ન હતી. 

Join Our WhatsApp Community
Three wheeler rickshaw loan scheme became a blessing for rickshaw puller Bhupendrabhai Surti of Vanz Gam of Choryasi taluka of Surat district.

Three wheeler rickshaw loan scheme became a blessing for rickshaw puller Bhupendrabhai Surti of Vanz Gam of Choryasi taluka of Surat district.

               સરકારની સહાયથી માલિકીની રિક્ષા ખરીદી કરી ભાડાની રિક્ષા ચલાવવામાંથી કાયમી મુક્તિ મળી છે એમ જણાવતા ભૂપેન્દ્રભાઈ મગનભાઈ સુરતી ( Bhupendra Surati ) સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. તેઓ જણાવે છે કે, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ધો.૧૦ સુધી અભ્યાસ કરી પરિવાર સાથે ખેતમજૂરીમાં જોડાયો હતો. ત્યારબાદ થોડા સમયમાં જ ગામના મિત્રોના સાથ સહકાર મળતાં રિક્ષા ડ્રાઈવિંગ શીખવાની શરૂઆત કરી. સમય જતા ભાડાની રિક્ષા(બચત પર રિક્ષા) ચલાવવાની શરૂઆત કરી. એક દિવસની કમાણીમાંથી પ્રત્યેક દિવસે રૂ.૧૫૦ રિક્ષામાલિકને ભાડા પેટે આપવાની રહેતી હતી. જેથી આખો દિવસ રિક્ષા ચલાવવા વધુ મહેનત કરવી પડતી હતી. માલિકીની રિક્ષા હોય તો આવકની બચત કરી શકાય એવું પણ વિચાર્યું. થોડા સમયમાં જમાપુંજી બચાવી સેકન્ડહેન્ડ રિક્ષાની ખરીદી કરી હતી.

Three wheeler rickshaw loan scheme became a blessing for rickshaw puller Bhupendrabhai Surti of Vanz Gam of Choryasi taluka of Surat district.

            વધુમાં તેમણે જણાવ્યું કે, સેકન્ડહેન્ડ રિક્ષા પાંચ-છ વર્ષ સુધી ચલાવ્યા બાદ ફરી ભાડાની રિક્ષા ચલાવવાની નોબત આવી ગઈ હતી. પરિવારનું ગુજરાન ચલવવાની સાથે બે દિકરીઓ અભ્યાસ કરતી હોવાથી બચત થઇ શકતી ન હતી અને તમામ આવક ઘરખર્ચમાં દીકરીઓના અભ્યાસમાં ખર્ચાઈ જતી. જેથી નવી રિક્ષા કઈ રીતે લેવી એની ગડમથલ રહેતી. એવામાં સવારે વર્તમાનપત્રમાં અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા ચાલતી થ્રી વ્હીલર રિક્ષા લોન યોજનાની જાહેરાત વાંચી હતી. તરત જ સુરત શહેરની અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ( Scheduled Tribes Finance and Development Corporation ) કચેરીનો સંપર્ક કરતા ઓનલાઈન અરજી કરવાનું જણાવાયું. જેથી ઓનલાઈન અરજી કરી ડોક્યુમેન્ટ જમા કરાવતાં ટુંક જ સમયમાં લોન પાસ કરી આપવામાં આવી અને નવી નક્કોર રિક્ષાનો માલિક બન્યો.

Three wheeler rickshaw loan scheme became a blessing for rickshaw puller Bhupendrabhai Surti of Vanz Gam of Choryasi taluka of Surat district.

આ સમાચાર પણ વાંચો  :  Crude Oil: ભારત હવે વિદેશોમાં તેનો ક્રુડ ઓઈલનો સંગ્રહ કરશે, કટોકટીના સમયે થશે ઉપયોગી.. જાણો વિગતે..

             તેઓ કહે છે કે, અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા વાર્ષિક ૩ ટકાના દરે રૂ. ૨.૫૦  લાખની લોન મળતાં નવી થ્રી વ્હિલર રિક્ષા ખરીદી કરવા સપનું સાકાર થયું હતું. સરકારની આ યોજના થકી મારા જેવા અનેક નાના માણસો નવી રિક્ષાના માલિક બન્યા છે. રિક્ષાની ખરીદી પર મળેલી લોનમાં સરકાર દ્વારા રૂ.૫૦ હજાર સબસિડી પણ પ્રાપ્ત થઈ છે. ઉપરાંત ફી-શિપ કાર્ડ યોજના થકી મોટી દિકરી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી છે. જેથી રાજ્ય સરકાર -અનુસુચિત જાતિ વિકાસ નિગમનો હું હંમેશા ઋણી રહીશ એમ તેમણે કહ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Sakhi One Stop Center: સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા: પરિવારથી નારાજ થઈને સુરત આવી પહોંચેલી ઉત્તરપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન
Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
Exit mobile version