News Continuous Bureau | Mumbai
International Yoga Day: પુરાણોથી ભારતની વૈશ્વિક ઓળખ સમા યોગદિનને જયારે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ત્યારે આગામી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર રાજયની સાથે સુરત ( Surat ) જિલ્લામાં યોગદિનની ઉજવણી કરવામાં આવી. ૨૦૨૪નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પણ ઉજવણી કરવામાં આવી.
સુરત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ બારડોલી ( Bardoli ) તાલુકા મથકે સ્વરાજ આશ્રમના મેદાન ખાતે સવારે ૬.૦૦ વાગે વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના ( Mukesh Patel ) અધ્યક્ષસ્થાને યોજાયું હતો. જયારે મહાનગરપાલિકાકક્ષાએ સુરત શહેરના ચોક બજાર કિલ્લા ખાતે સવારે ૬.૦૦ વાગે શિક્ષણ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના ( Praful Pansheriya ) અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આજે સવારે ૦૭:૦૦ થી ૦૭:૪૫ સુધી એટલે કે ૪૫ મિનિટ સુધી લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ ( Yoga protocol ) તાલીમમાં ભાગ લીધો.
સુરત જિલ્લામાં તાલુકાકક્ષાએ, નગરપાલિકાકક્ષાએ અને ગ્રામ્યકક્ષાએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મહાનગરપાલિકાના ૬૧ સ્થળોએ, શાળાઓ, કોલેજો, યુનિ., આઈ.ટી.આઈ., લાજપોર સબ જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગપ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી થયી.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૧ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) સવારે ૦૬:૩૦ વાગે બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટ ખાતેથી રાજયકક્ષાએ પ્રેરક સંબોધન કર્યું. જયારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૦૬:૪૦ કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કર્યું તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
