Site icon

Lok Sabha Election 2024: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક માટે અંતિમ દિને કુલ ૧૦ ઉમેદવારીપત્રો ભરાયા: કુલ ૨૪ ઉમેદવારીપત્રો ભરાયા

Lok Sabha Election 2024: આજે કલેક્ટર કચેરી ખાતે નામાંકનપત્રોની ચકાસણી હાથ ધરાશે. તા.૨૨મી એપ્રિલે બપોરે ૩.૦૦ વાગ્યા પહેલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે: ૨૨ એપ્રિલે સાંજે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે

Total 10 nomination papers filed on last day for Surat-24 Lok Sabha parliamentary seat Total 24 nomination papers filed

Total 10 nomination papers filed on last day for Surat-24 Lok Sabha parliamentary seat Total 24 nomination papers filed

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ ( Election Form ) વિતરણના છેલ્લા દિવસ એટલે કે તા.૧૯મીએ કુલ ૧૦ ઉમેદવારીપત્રો ભરાયા છે. જે પૈકી પરષોત્તમભાઈ બારૈયા(અપક્ષ), કિશોરભાઈ ડાયાણી (અપક્ષ), અજીતસિંહ ઉમટ(અખિલ ભારત હિંદુ મહાસભા), પોકારામ ખોજારામ(અપક્ષ), ભરતભાઈ પ્રજાપતિ (અપક્ષ), જયેશભાઈ પ્રજાપતિ (ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી), સોહેલ શેખ (લોગ પાર્ટી), વિજય લોહાર (બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટી), પ્યારેલાલ ભારતી (બહુજન સમાજ પાર્ટી), નરેશભાઈ પરમાર (બહુજન સમાજ પાર્ટી) એ ઉમેદવારી નોંધાવી છે. આમ, કુલ મળી ૧૫ ઉમેદવારોએ ૨૪ ઉમેદવારીપત્રો ભર્યા છે.

Join Our WhatsApp Community

                    આજે સવારના ૧૧-૦૦ કલાકે કલેક્ટરશ્રીની કચેરી કોન્ફરન્સ રૂમ, ૫મો માળ, જિલ્લા સેવા સદન-૨, બી-બ્લોક, અઠવાલાઈન્સ, સુરત ( Surat ) ખાતે નામાંકનપત્રોની ચકાસણી હાથ ધરાશે. 

આ સમાચાર પણ વાંચો :  Multibagger Share: 37 રૂપિયાનો શેર ₹1300 બની ગયો. જોરદાર કમાણી…

              ઉમેદવાર ( Candidate ) કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરોક્ત અધિકારીઓમાંથી કોઈ પણ એક અધિકારીને તેમની કચેરીમાં તા.૨૨મીએ (સોમવાર) ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલાં પહોંચાડવાની રહેશે, ફોર્મ પરત ખેંચાયા બાદ સાંજે ઉમેદવારોનું ( Nomination Papers ) આખરી ચિત્ર સ્પષ્ટ થશે એમ સુરત જિલ્લા ચૂંટણી પ્રભાગ દ્વારા જણાવાયું છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version