News Continuous Bureau | Mumbai
Veer Narmad University: ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ સંરક્ષણના ( Environment Protection ) ઉમદા સાથે વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ અભિયાન ( Plantation campaign ) યોજાયું હતું, જેમાં ગ્રામ અભ્યાસ વિભાગના પરિસરમાં ઘરગથ્થુ ઉપયોગમાં આવે તેવા છોડ-વૃક્ષો તેમજ ૨૦૦ જેટલા ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. માત્ર વૃક્ષ વાવવા જ નહીં, પણ તેને ઉછેરવાનો પણ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો સહિત ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો હતો.

Tree plantation drive at Veer Narmad University
ખાસ કરીને ઘરગથ્થુ ઇલાજ માટે ઉપયોગી થઈ શકે તેવા મેડિસિન છોડ જેવા કે, લીંડરપીપળી, અરડુસી, એલચી, કુવારપાઠું, બ્રાહ્મી, નિનો પણ રોપવામાં આવ્યા છે. યુનિ.ના કુલપતિ ડો. કે.એન.ચાવડા અને રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવીના માર્ગદર્શન અને પ્રેરણાથી વૃક્ષારોપણ અભિયાન શરૂ રહેશે.
Tree plantation drive at Veer Narmad University
આ સમાચાર પણ વાંચો : Express Train : પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.