Surat : મજુરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં બે દિવસીય નેશનલ લેવલ ટેકનિકલ ફેસ્ટ ‘ટેક વર્ધનમ ૨૦૨૩’નો શુભારંભ..

Surat : કુલ ૧૩ ઈવેન્ટમાં દેશભરની ૧૭ એન્જિનિયરિંગ કોલેજોના ૧૪૫૮ વિદ્યાર્થીઓ દ્વારા શ્રેષ્ઠ મોડેલ્સ, પ્રોજેક્ટ અને આઇડિયાનું પ્રદર્શન

News Continuous Bureau | Mumbai 

Surat : સુરતના મજુરાગેટ(Majuragate) સ્થિત ગાંધી પોલિટેકનીક એન્જિનિયરિંગ કોલેજમાં(GPEC) વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્કિલ્સ અને ટેલેન્ટને પ્રદર્શિત કરવાની તક આપવાના હેતુસર આયોજિત બે દિવસીય નેશનલ લેવલના ટેકનિકલ ફેસ્ટીવલ( technical festival)ટેક વર્ધનમ ૨૦૨૩’નો(Tech Vardhanam 2023) આજે ભવ્ય શુભારંભ કરાયો હતો, જેમાં ઈનોવેટિવ પ્રોજેકટસ્, મોડલ્સ, પોસ્ટર પ્રેઝન્ટેશન, મેટા ક્રાફ્ટ, ટેકનિકલ સેમિનાર, ડિટેક્ટિવ ટેક ક્વેસ્ટ, રેપિડ રીમ રેલી, સર્કિટ ડિબગિંગ, લોડ બેરિંગ બેટલ, રોબોરશ, ટેક થિંકર હેક ફેસ્ટ, કેડ વોર, માઈન્ડ માસ્ટર ક્વિઝ જેવી વિવિધ ૧૩ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

two-day national level technical fest 'Tech Vardhanam 2023' has started at Gandhi Engineering College, Majuragate.

‘ટેક વર્ધનમ’ ટેક ફેસ્ટમાં ગુજરાતના સુરત, વલસાડ, ભરૂચ, કીમ, કોસંબા અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજની સાથે જ દેશભરમાંથી મુંબઈ, દિલ્હી, યુ.પી અને મધ્યપ્રદેશ મળી ૧૭ કોલેજોના ૧૪૫૮ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં મૂળ ભારતીય યુ.એસ.(અમેરિકા) સ્થિત વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. બે દિવસીય ટેક ફેસ્ટમાં ટેકનિકલની સાથે નોન ટેકનિકલ તથા ફન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગાંધી કોલેજના આચાર્ય ડૉ. પરેશ કોટક, આચાર્ય (GEC) ડૉ. સંજય જોશી,એલ્યુમનાઈ એસો.ના પ્રેસિડન્ટ શૈલેષ દેસાઈ, મનીપ્લસ શરાફી કંપનીના ભાવેશ પટેલ, નારોલા ડાયમંડના બાબુભાઇ નારોલા તેમજ કોલેજના પ્રાધ્યાપકો, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 21 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version