Site icon

Gujarat Unseasonal rain: ગુજરાતના આ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી, હવામાન વિભાગ એ ખેડૂતોને તકેદારી લેવા કર્યો અનુરોધ

Gujarat Unseasonal rain: હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોને તકેદારી લેવા અનુરોધ

Unseasonal rains predicted in this district of Gujarat

Unseasonal rains predicted in this district of Gujarat

News Continuous Bureau | Mumbai

Gujarat Unseasonal rain: હવામાન વિભાગ દ્વારા તા.૧ થી તા.૩ એપ્રિલ દરમિયાન ગુજરાતના અમુક જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, સુરત જિલ્લાઓમાં  છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે જરૂરી પગલાઓ લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

 

સરકારે કર્યો અનુરોધ 

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો અને ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. તેમજ APMCમા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખવી.  

આ સમાચાર પણ વાંચો:

Gujarat Unseasonal rain, Meteorological Department,farmers

APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો એમ સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version