Surat: ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી, સુરત શહેર અને જિલ્લામાં જનજાગૃતિ રેલી, વર્કશોપ, અવેરનેસ કેમ્પેઈન જેવા વિવિધ જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા.

Surat: તમાકુના સેવનથી દૂર રહેવા તથા ‘પેસિવ સ્મોકિંગનો શિકાર ન બનવા બાળકો, કિશોરો સહિત યુવાધનને કાર્યક્રમો દ્વારા અનુરોધ

News Continuous Bureau | Mumbai 

Surat: સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ( World No Tobacco Day ) ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે સુરત જિલ્લા કક્ષાની ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નોડલ ઓફિસર (ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ) ડો.અનિલ પટેલ અને એપિડેમીક મેડિકલ ઓફિસર ડો.કૌશિક મહેતાના  માર્ગદર્શનમાં ઉજવણી કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

                સુરત રેડિયો સ્ટેશનથી તમાકુના સેવનથી ( tobacco consumption ) થતી ગંભીર અસરો વિષે જનજાગૃતિ સંદેશો પ્રસારિત કરવામાં આવ્યો હતો. શહેરના રાહુલ રાજ મોલ ખાતે જનજાગૃત્તિ કેમ્પેઈન ( Public awareness campaign ) યોજાયું હતું. સામાજિક કાર્યકર મુકેશ શ્રીવાસ્તવે તમાકુનો ઈતિહાસ અને તેનાથી ફેલાયેલી મહામારી તેમજ ડિસ્ટ્રીકટ કાઉન્સેલર કીર્તિરાજ સોલંકીએ તમાકુથી થતાં નુકસાન અને તમાકુ નિયંત્રણ ધારો- ૨૦૦૩ વિષે સૌને માહિતગાર કર્યા હતા. 

Various awareness programs like public awareness rally, workshop, awareness campaign were held in Surat city and district.

Various awareness programs like public awareness rally, workshop, awareness campaign were held in Surat city and district.

                    આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ સેનેટરી ઈન્સ્પેકટરશ્રી હસમુખભાઇ રાણા, જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ ટીમ, ઇન્ચાર્જ આઈ.ઈ.સી. ઓફિસર પ્રદીપ કે. પટેલ, તાલુકા તેમજ પ્રા.આ. કેન્દ્રના તમામ સ્ટાફગણ સહભાગી બન્યા હતા. નવી સિવિલ હોસ્પિટલના ( New Civil Hospital ) ટોબેકો રિસેશન સેન્ટર ( Tobacco Recession Center ) ખાતે મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ તમાકુ નિષેધ જાગૃતિનું નાટક તેમજ તમાકુ વિષય પર ક્વિઝ સ્પર્ધા યોજી હતી. 

Various awareness programs like public awareness rally, workshop, awareness campaign were held in Surat city and district.

આ સમાચાર પણ વાંચો: Maharashtra News Continuous’ Research report : દિગ્ગજોની સત્તા દાવ પર, મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝનો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

                   તાલુકા કક્ષાએ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ જિલ્લા ટોબેકો સેલ, બાળ સુરક્ષા વિભાગ અને નવી સિવિલના માનસિક રોગ વિભાગના સહયોગથી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જનજાગૃતિ રેલી, COTPA-૨૦૦૩ની કામગીરી તથા કર્મચારીઓ, નર્સિંગ વિદ્યાર્થીઓ, આશા બહેનો, આંગણવાડી વર્કરો સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં વર્કશોપ યોજવામાં આવ્યો હતો. તમાકુ નિયંત્રણ જાગૃતિ કાર્યક્રમનો શુભારંભ ચિલ્ડ્રન હોમ-સુરત દ્વારા બાળકો તમાકુના સેવન, તમાકુ ઇન્ડસ્ટ્રીઝના પ્રલોભનથી દૂર રહે તથા ‘પેસિવ સ્મોકિંગનો શિકાર ન બને’ તે સંદેશ આપીને બાળકો, કિશોરો સહિત યુવાધનને તમાકુથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version