News Continuous Bureau | Mumbai
Vesu 108 Team Surat: EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા આંધ્રપ્રદેશના હૈદરાબાદ ખાતે સુરતની વેસુ લોકેશનની ૧૦૮ ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
ગત તા.૧૪/૦૬/૨૦૨૪ ના રોજ સુરત જિલ્લાના ગિરીશભાઈ પટેલ વેસુ થી ૧૭ કિલોમીટર દૂર હજીરા નજીક મોરા ટેકરા ગામમાં ઝેરી દવા પી લીધી હતી. ૧૦૮ને કોલ મળતા ફરજ પરના ઈમરજન્સી મેડિકલ ટેકનિશ્યિયન સરિતાબેન અને પાઇલોટ કરણભાઈએ ઝડપી સારવાર આપી દર્દીનો જીવ બચાવ્યો હતો. તેમને ૧૦૮ ( 108 Team ) મારફતે પરિતોષ હોસ્પિટલ,અડાજણ ખાતે વધુ સારવાર માટે શિફ્ટ કર્યા હતા. આ કેસમાં ઉત્કૃષ્ટ સેવા બદલ વેસુ ૧૦૮ને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવા એવોર્ડ ૧૦૮ના ( Vesu 108 Team Surat ) ઈએમટી સરિતાબેન અને પાઇલોટ કરણભાઈને ગ્રીન હેલ્થ સર્વિસીસના ( Green Health Services ) ચેરમેન ડૉ.જી.વી.કે. રેડ્ડીના હસ્તે સન્માનિત કરાયા હતા.

Vesu 108 team from Surat honored with National Award for Best Lifesaving Service by EMRI Green Health Services
આ સમાચાર પણ વાંચો : Parliament scuffle: સાંસદો વચ્ચે ઘર્ષણ મામલે રાહુલ ગાંધી સામે ફરિયાદ, ભાજપે કોંગ્રેસ નેતા વિરુદ્ધ આ કલમો હેઠળ નોંધાવી ફરિયાદ…
આ પ્રસંગે EMRI ( EMRI Green Health Services ) ૧૦૮ સેવા ડાયરેક્ટર કૃષ્ણમ રાજુ એન વેંકટેશમ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રામ શેખર અને ગુજરાતના ૧૦૮ સેવાના સીઓઓ જશવંત પ્રજાપતિ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સુરત જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા દ.ગુજરાત (તાપી, સુરત ( Surat ) જિલ્લાના) પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને EME દ્વારા એવોર્ડ વિજેતાઓની ઉમદા કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
Vesu 108 team from Surat honored with National Award for Best Lifesaving Service by EMRI Green Health Services
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.