News Continuous Bureau | Mumbai
Weird bike : તમે સર્કસમાં વન-વ્હીલ સાઇકલ ( One-wheel cycle ) તો જોઇ જ હશે, પરંતુ શું તમે ક્યારેય એક પૈડાવાળી મોટરસાઇકલ ( one-wheeled motorcycle ) જોઇ છે? હા… એક મોટરસાઇકલ જે એક વ્હીલ પર ચાલે છે? ગુજરાતનો ( Gujarat ) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે મોટરસાઈકલનું વ્હીલ એટલું મોટું છે કે બાઈક પર સવાર વ્યક્તિ તેની અંદર ફસાઈ જાય છે.
જુઓ વિડીયો
માત્ર એક મોટું વ્હીલ
વાયરલ થઈ રહેલો આ વીડિયો ગુજરાતના સુરતનો ( Surat ) હોવાનું કહેવાય છે. રીલના કેપ્શનમાં મોટરસાઈકલનું ઈમોજી લખવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, ‘તમે આ વિશે શું વિચારો છો?’ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક દ્વારા જે મોટરસાઈકલ ચલાવાઈ રહી છે તેનું એક જ વ્હીલ છે. વ્હીલનું કદ ઘણું મોટું છે. રીલના બેકગ્રાઉન્ડમાં ‘મુસાફિર હૂં યારોં ના ઘર હૈ ના ઠીકાના’ ગીત વાગી રહ્યું છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે
આ સમાચાર પણ વાંચોઃ Maharashtra Politics : શું અજીત દાદા બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી?, એનસીપી સુપ્રીમો શરદ પવારે કરી આ મોટી ભવિષ્યવાણી..
યુઝર્સે કરી આવી ટિપ્પણીઓ
એક યુઝરે લખ્યું, ‘વરસાદમાં શું થશે? રસ્તાનો કાદવ માથે પડશે. અન્ય એક યુઝરે લખ્યું, ‘કાકા સમયની મુસાફરી કરે છે.’ તો બીજા યુઝરે લખ્યું, ‘સુરતના મેન ઇન બ્લેક.’ વધુ એક યુઝરે લખ્યું, ‘કાકા ને સલામ છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘મેં આ પ્રકારની બાઇક મેન ઇન બ્લેક ફિલ્મમાં જોઈ હતી.’