Site icon News Continuous Bureau | Mumbai

Working Women Hostel – Sakhi Niwas : ગુજરાત સરકારે વતનથી દુર કામ કરતી મહિલાઓ માટે ઉભી કરી ‘સખી નિવાસ’ હોસ્ટેલની સુવિધા

Working Women Hostel - Sakhi Niwas : હીં સુરક્ષા ઉપરાંત આનંદ-પ્રમોદની પણ વ્યવસ્થા છે. અહિં નિવાસીઓ માટે કમ્યુનિટી કિચન, કેન્ટીન, લાઇબ્રેરી અને ગાર્ડન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ વર્કિંગ વુમનને સંતુલિત જીવન જીવવામાં સહાયક નીવડે છે.

Working Women Hostel - Sakhi Niwas Gujarat government has set up 'Sakhi Niwas' hostel facility for women working away from home.

Working Women Hostel - Sakhi Niwas Gujarat government has set up 'Sakhi Niwas' hostel facility for women working away from home.

News Continuous Bureau | Mumbai

Working Women Hostel – Sakhi Niwas : હવે સમય બદલાયો છે. દીકરીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી રોજગાર પ્રાપ્ત કરી રહી છે.પરંતુ હજુ પણ શહેરી વિસ્તારોમાં પોતાના વતનથી દુર રહી કામ કરતી મહિલાઓ માટે સુરક્ષિત નિવાસ એ મોટી સમસ્યા છે. ગુજરાત સરકારે આ દિશામાં મહત્વપૂર્ણ કદમ તરીકે કામ કરતી મહિલાઓ માટે ‘સખી નિવાસ’ નામે હોસ્ટેલની સુવિધા ઉભી કરી છે. જાણીએ આ સુવિધા વિશે.

Join Our WhatsApp Channel

  વતનથી દૂર રહી કામ કરતી મહિલાઓ એટલે કે વર્કિંગ વુમનને ગુજરાત સરકાર અનેક શહેરોમાં આધુનિક હોસ્ટેલની સુવિધા આપે છે. આ છે સુરતની વર્કિંગ વુમન હોસ્ટલ. ‘સખી નિવાસ’ તરીકે જાણીતી આ હોસ્ટેલમાં 86 મહિલાઓ સુરક્ષા સાથે આરામદાયક જીવન જીવી રહી છે. હોસ્ટેલમાં સુરક્ષા માટે CCTV છે. અહીં સુરક્ષા ઉપરાંત આનંદ-પ્રમોદની પણ વ્યવસ્થા છે. અહિં નિવાસીઓ માટે કમ્યુનિટી કિચન, કેન્ટીન, લાઇબ્રેરી અને ગાર્ડન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ વર્કિંગ વુમનને સંતુલિત જીવન જીવવામાં સહાયક નીવડે છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : એકનાથ શિંદે માટે આજે નિર્ણાયક દિવસ, ઠાણેમાં ભાજપ યૂતિ તોડીને એકલા લડવાની તૈયારીમાં?

 સુરતમાં જ ₹67 કરોડના બજેટ સાથે વધુ બે વર્કિંગ વુમન હોસ્ટલ એટલે ‘સખી નિવાસ’ બનાવવામાં આવશે, જેથી વધુ મહિલાઓને આ સુવિધાઓનો લાભ મળશે.

 આમ, વર્કિંગ વુમન હોસ્ટેલ એ માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ શહેરી જીવનમાં વર્ક-લાઈફ બેલેન્સ માટેનો એક ઉત્તમ વિકલ્પ છે. ગુજરાત સરકારની આ પહેલ મહિલા- સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Kevdi Dam Alert Stage Surat વરસાદી પાણીની હેલી, માંડવીનો કેવડી ડેમ છલોછલ થવાની અણી પર, નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Exit mobile version