Narmad University: નર્મદ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરાઈ

Narmad University: સમગ્ર વર્ષ દરમિયાન કુલ ૧૧ હજાર વૃક્ષો ઉછેરવાના લક્ષ્યાંક સાથે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

 News Continuous Bureau | Mumbai 

Narmad University:  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિશાળ પ્રાંગણમાં સમગ્ર વર્ષ દરમિયાન કુલ ૧૧ હજાર વૃક્ષો ઉછેરવાના લક્ષ્યાંક સાથે વૃક્ષારોપણ કરી ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ( World Environment Day ) ઉજવણી કરાઇ હતી. પર્યાવરણના સંતુલન માટે આવશ્યક વૃક્ષોના મહત્વ અંગે જાગૃતતા લાવવા તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવી પર્યાવરણની વિષમતાઓને દૂર કરવા વધુને વધુ વૃક્ષ રોપી ( Tree Plantation ) તેનું યોગ્ય જતન કરવાના સંદેશ સાથે પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. યુનિ.ના કેમ્પસ અને આસપાસના વિસ્તારને હરિયાળો અને સુંદર બનાવવા, જળવાયુ પરિવર્તનમાં સુધારો કરવા સાથે પ્રદૂષણને ફેલાતું અટકાવવાના મુખ્ય હેતુ સાથે દર વર્ષે યુનિ. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  

Join Our WhatsApp Community
'World Environment Day' was celebrated at Narmad University

‘World Environment Day’ was celebrated at Narmad University

         

‘World Environment Day’ was celebrated at Narmad University

   ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ યુનિ. કેમ્પસમાં ( Veer Narmad of South Gujarat University ) ૭,૦૦૦ વૃક્ષો વાવી તેને ઉછેરવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય અને ભવિષ્યમાં પર્યાવરણનું રક્ષણ કરવા તેઓ અન્યોને પણ પ્રોત્સાહિત કરી પર્યાવરણ જાળવણીમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવી શકે.  

‘World Environment Day’ was celebrated at Narmad University

‘World Environment Day’ was celebrated at Narmad University

‘World Environment Day’ was celebrated at Narmad University

આ સમાચાર પણ વાંચો:  World Environment Day: વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘નમો વડ વન’ની નિરીક્ષણ મુલાકાતે

              આ કાર્યક્રમમાં કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી, વહીવટી તેમજ શૈક્ષણિક વિભાગના વડાઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version