Site icon

Youth Exchange Program : સુરતમાં યોજાયો ‘ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’, યુવાનોએ આ રાજ્યોમાં ઔદ્યોગિક પ્રવાસન ક્ષેત્રની લીધી મુલાકાત

Youth Exchange Program : નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૪ થી ૮ માર્ચ સુધી “ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને પંજાબથી આવેલા સહભાગી યુવાનોને ઔદ્યોગિક ક્ષેત્રોની મુલાકાત કરાવાઈ હતી.

Youth Exchange Program Youth Exchange Program Launched In Surat

Youth Exchange Program Youth Exchange Program Launched In Surat

News Continuous Bureau | Mumbai

Youth Exchange Program : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ, નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૪ થી ૮ માર્ચ સુધી “ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને પંજાબથી આવેલા સહભાગી યુવાનોને ઔદ્યોગિક ક્ષેત્રોની મુલાકાત કરાવાઈ હતી. સુમુલ ડેરી, યુરો વેફર્સ, અતુલ બેકરી, એચ.કે. ડાયમંડ, ડુમસ બીચ અને વી.આર. મોલ જેવી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ અને વિજ્ઞાન સાથે સંબંધિત જગ્યાઓની મુલાકાત પણ લીધી હતી.

Join Our WhatsApp Community

શેપિંગ ઇન્ડિયા: ભવિષ્યમાં યુવાનોની ભૂમિકા, યુવા સંસદ, જાહેર પ્રવચનની કળા અને વ્યાપાર વિકાસમાં અવરોધો તોડવા, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા જેવા વિવિધ વિષય પર યુવા સંવાદ સત્રો યોજાયા હતા અને યુવાનોને નવા વિચારો, પ્રેરણા અને માર્ગદર્શન અપાયા હતા.
આ પ્રસંગે શ્રી અનમોલ રાંકા, ડો. વિજયભાઈ રાદડિયા, શ્રી જોશુઆ મેન્યુઅલ માર્ટિન અને પ્રકૃતિ દિનેશસિંહ જેવા વક્તાઓના પ્રવચનથી ઉદ્યોગવિસ્તારની વ્યાવસાયિક દૃષ્ટિ પ્રાપ્ત થઈ અને વિવિધ ક્ષેત્રમાં નવી તકો શોધવાની પ્રેરણા મળી હતી.

આ સમાચાર પણ વાંચો :  Vatva Loco Shed : વટવા ઇલેક્ટ્રિક લોકો શેડ દ્વારા થ્રી ફેઝ ઇલેક્ટ્રિક લોકો ને વિનાઇલ રેપિંગ થી કર્યું સુસજ્જિત

કાર્યક્રમના ચોથા દિવસે યુવાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવાઈ હતી. જેમાં ભારતના અદ્દભૂત વારસાની અનુભૂતિ, રાષ્ટ્રીય એકતા અને નેતૃત્વ અંગે પ્રેરણા મેળવી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલના સ્વરૂપમાં એકતા અને સંકલ્પશક્તિનું પ્રતિક છે એ વિષે વાકેફ કરી તેમના જીવનસંઘર્ષ વિષે સમજ અપાઈ હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version