News Continuous Bureau | Mumbai

Youth Exchange Program : આંતરરાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢથી સુરત આવેલા યુવાનોએ લીધી ઔદ્યોગિક એકમોની મુલાકાત, સંવાદ સત્રોમાં લીધો ભાગ

Youth Exchange Program : છત્તીસગઢના યુવાનો ગુજરાત અને સુરતના વિકાસથી પરિચિત થાય એ માટે ઔદ્યોગિક એકમો તેમજ અન્ય સ્થળો જેવા કેમ અદાણી પોર્ટ-હજીરા, સુમુલ ડેરી, હરિકૃષ્ણ ડાયમંડ, ડુમસ બીચ અને વી.આર.મોલની ની મુલાકાત કરાવવામાં આવી હતી.

News Continuous Bureau | Mumbai

Youth Exchange Program : 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા માય ભારત અંતર્ગત આંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ છત્તીસગઢના વિવિધ જિલ્લાઓમાંથી ૨૫ યુવાનો અને ૨ ટીમ લીડરો સુરત આવ્યા હતા. કાર્યક્રમના ઉદ્દઘાટનમાં સામાજિક-રાજકીય અગ્રણી ભાવિનભાઈ ટોપીવાળા અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમિષાબેન જોગિયા અને દેવિકાબેન કંસારા ઉપસ્થિત રહ્યા હતા

છત્તીસગઢના યુવાનો ગુજરાત અને સુરતના વિકાસથી પરિચિત થાય એ માટે ઔદ્યોગિક એકમો તેમજ અન્ય સ્થળો જેવા કેમ અદાણી પોર્ટ-હજીરા, સુમુલ ડેરી, હરિકૃષ્ણ ડાયમંડ, ડુમસ બીચ અને વી.આર.મોલની ની મુલાકાત કરાવવામાં આવી હતી. યુવાનો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, ડિબેટ, પ્રતિયોગિતા, યુવા સંસદ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા.

આ સમાચાર પણ વાંચો :  RBI new currency notes : બજારમાં ટૂંક સમયમાં આવશે 100 અને 200 રૂપિયાની નવી નોટો, જાણો જૂની નોટો નું શું થશે..

શેપિંગ ઇન્ડિયા: ભવિષ્યમાં યુવાનોની ભૂમિકા, જીવનશૈલીના રોગો અને માનસિક આરોગ્ય, વિકસિત ભારત @2047, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા જેવા વિવિધ વિષય પર યુવા સંવાદસત્રો યોજાયા હતા અને યુવાનોને નવા વિચારો, પ્રેરણા અને માર્ગદર્શન અપાયા હતા. SVNIT ના ચીફ મેડિકલ ઓફિસર ડો.સંજય શાહ, SVNIT ના અધિક્ષક ડૉ. પવન શિરોડે, શ્રી જોશુઆ મેન્યુઅલ માર્ટિન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોને ઉદ્યોગવિસ્તારની વ્યાવસાયિક દૃષ્ટિ પ્રાપ્ત થઈ અને વિવિધ ક્ષેત્રમાં નવી તકો શોધવાની પ્રેરણા મળી હતી

કાર્યક્રમના ચોથા દિવસે યુવાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવાઈ હતી. જેમાં ભારતના અદ્દભૂત વારસાની અનુભૂતિ, રાષ્ટ્રીય એકતા અને નેતૃત્વ અંગે પ્રેરણા મેળવી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલના સ્વરૂપમાં એકતા અને સંકલ્પશક્તિનું પ્રતિક છે એ વિષે વાકેફ કરી તેમના જીવનસંઘર્ષ વિષે સમજ અપાઈ હતી.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version