News Continuous Bureau | Mumbai
- હાલમાં આર્મીની કુલ- ૭, NDRFની ૫ અને SDRFની ૬ ટીમો સેવારત
Vadodara:રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ સામે લડવા તંત્ર સજ્જ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત રાહત બચાવ કામગીરી કરી રહી છે. વડોદરા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદમાં અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે આર્મીની વધુ ત્રણ કોલમ, એન. ડી. આર. એફ.ની એક તથા એસ. ડી. આર. એફ.ની એક ટીમ રેસ્ક્યું માટે ફાળવવામાં આવી છે. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ, એન. ડી. આર. એફ. ની ચાર તથા એસ. ડી. આર. એફ.ની પાંચ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે એમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો:CJI DY Chandrachud : ‘હેલો! હું CJI ચંદ્રચુડ બોલું છું…’ ચીફ જસ્ટિસના નામે છેતરપિંડીનો પ્રયાસ; સુપ્રીમ કોર્ટે કરી આ કાર્યવાહી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.