Divya Kala Mela: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત કાર્યરત દિવ્યાંગ વ્યક્તિ સશક્તીકરણ વિભાગ (ડીઇપીડબલ્યુડી) 9 થી 19 જાન્યુઆરી, 2024 દરમિયાન અકોટા સ્ટેડિયમ, વડોદરા, ગુજરાત ખાતે તેના નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનડીએફડીસી) દ્વારા 23મા દિવ્ય કલા મેળાનું આયોજન કરવા માટે તૈયાર છે. આવતીકાલે આ કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી બી.એલ.વર્માના હસ્તે ગુજરાત સરકારના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
11 દિવસના આ કાર્યક્રમમાં દેશભરના દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકો/કારીગરોના ઉત્પાદનો અને કારીગરીની વિવિધ શ્રેણીને પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તરનાં રાજ્યો, હસ્તકળા, હાથવણાટ, એમ્બ્રોઇડરીનાં કામ અને ખાણીપીણી સહિત દેશનાં વિવિધ ભાગોનાં વાઇબ્રન્ટ ઉત્પાદનો એક સાથે જોવા મળતાં મુલાકાતીઓને રોમાંચક અનુભવ થશે.
આ મેળો દિવ્યાંગ/દિવ્યાંગજનોના આર્થિક સશક્તીકરણની દિશામાં એક વિશિષ્ટ પહેલ છે. તે દિવ્યાંગજનો (પીડબ્લ્યુડી)ના ઉત્પાદનો અને કૌશલ્યોના માર્કેટિંગ અને પ્રદર્શન માટે એક મોટું પ્લેટફોર્મ પ્રસ્તુત કરે છે. આશરે 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 100 દિવ્યાંગ કારીગરો/કલાકારો અને ઉદ્યોગસાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યોનું પ્રદર્શન કરશે. જેમાં હોમ ડેકોર એન્ડ લાઇફસ્ટાઇલ, ક્લોથિંગ, સ્ટેશનરી અને ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ, પેકેજ્ડ ફૂડ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, ટોય્ઝ એન્ડ ગિફ્ટ્સ, પર્સનલ એસેસરીઝ જ્વેલરી, ક્લચ બેગ્સ સહિતના ઉત્પાદનો હશે. આ લોકો માટે દિવ્યાંગ કારીગરો દ્વારા તેમના દૃઢ નિશ્ચય સાથે બનાવવામાં આવેલા ઉત્પાદનોને જોઈ /ખરીદી “વોકલ ફોર લોકલ”ને પ્રોત્સાહન આપવાની તક હશે.
આ સમાચાર પણ વાંચો :Kandivali Mobile Bathroom:ઉત્તર મુંબઈના કાંદિવલીમાં ભારતના સૌ પ્રથમ મહિલા મોબાઇલ બાથરૂમની સુવિધા શરૂ, કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા એ કર્યું ઉદ્ઘાટન
આ મેળો સવારે 11.00 થી રાત્રે 09.00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. જેમાં દિવ્યાંગ કલાકારો અને જાણીતા વ્યાવસાયિકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવશે. મુલાકાતીઓ આ કાર્યક્રમમાં દેશના વિવિધ પ્રદેશોનાં તેમના મનપસંદ ખોરાકનો આનંદ પણ માણી શકે છે. આ મેળામાં 19 જાન્યુઆરી 2025ના રોજ દેશના વિવિધ ભાગોમાંથી દિવ્યાંગ કલાકારો દ્વારા ‘દિવ્ય કલા શક્તિ’ નામનો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
વડોદરા (ગુજરાત) ખાતેનો મેળો 2022થી શરૂ થયેલો શ્રેણીમાં 23મો મેળો છે, જેની અગાઉની આવૃત્તિઓ નીચે મુજબ છેઃ
(i) દિલ્હી, 2જી – 6મી ડિસેમ્બર 2022, (ii) મુંબઈ, 16મી – 25મી ફેબ્રુઆરી 2023, (iii) ભોપાલ, 12મી – 21મી માર્ચ 2023, (iv) ગુવાહાટી, 11મી – 17મી મે 2023 (v) ઈન્દોર, 17મી 23મી જૂન 2023 (vi) જયપુર, (vii) વારાણસી, 15મી – 24મી સપ્ટેમ્બર, 2023 (viii) સિકંદરાબાદ, હૈદરાબાદ, 6ઠ્ઠી – 15મી ઓક્ટોબર, 2023 (ix) બેંગલુરુ, 27મી ઓક્ટોબર – 5મી નવેમ્બર, 2023 (x) ચેન્નાઈ, 17મી – 26મી નવેમ્બર, 2023, (X) ) પટના, 8મી – 17મી ડિસેમ્બર 2023, (xii) સુરત, 29મી ડિસેમ્બરથી 7મી જાન્યુઆરી 2024, (xiii) નાગપુર, 11મી – 21મી જાન્યુઆરી 2024. (xiv) અગરતલા, 6ઠ્ઠી – 11મી ફેબ્રુઆરી 2024. (xv) અમદાવાદ – 16મી. ફેબ્રુઆરી 2024 (xvi) ભુવનેશ્વર 5મી – 11મી જુલાઈ 2024 (xvii) રાયપુર, 16મી – 22મી ઑગસ્ટ 2024 (xviii) રાંચી, 28મી ઑગસ્ટ – 7મી સપ્ટેમ્બર 2024 (xix) વિશાખાપટ્ટનમ, 19મી – 29મી સપ્ટેમ્બર, 2024 (xx20મી ઑક્ટોબર 8થી પુણે) (xxi) જબલપુર, 17મી – 27મી ઓક્ટોબર, 2024 (xxii) દિલ્હી, 12મી – 22મી ડિસેમ્બર,
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.